Maharashtra Politics: સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેટલાક પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ પણ ઉદ્ધવ જુથમાંથી ખસીને શિંદે જુથમાં સામેલ થઈ શકે છે.
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રનું રાજકારણ (Maharashtra Politics) ફરી ગરમાયું છે. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીને જબરદસ્ત જીત મળી અને હવે આગામી સમયમાં થનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પણ આ જ યશ બરકરાર રહે છે કે કેમ તેની તરફ સૌની નજર મંડરાયેલી છે.
હાલમાં જ રાજ્યમાં `ઓપરેશન ટાઈગરે` વેગ પકડ્યો હોય એવું જણાઈ રહ્યું છે. આ સાથે જ એવી અટકળો પણ વહેતી થઈ ગઈ છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જૂથની શિવસેના, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનાં અનેક નેતાઓને પોતાની બાજુમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. શિવસેનાના નેતા ઉદય સામંતના નેતૃત્વમાં કૉંગ્રેસ અને ઠાકરે જૂથના વરિષ્ઠ નેતાઓ સાથેના સંપર્કોના સમાચાર પછી આ ઑપરેશનની અટકળોએ વધારે જોર પકડયું છે.
ADVERTISEMENT
જોકે, એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે ઉદ્ધવ સેના (Maharashtra Politics) ના 6 સાંસદો ટૂંક જ સમયમાં શિંદે જૂથની શિવસેનામાં જોડાઈ શકે છે. આ જે સાંસદોની વાત થઈ રહી છે તે તમામ તાજેતરમાં જ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં જોવા મળ્યા નહોતા. એટલે તેઓની છટકબારીનો પ્લાન હોવાની શંકા ગઈ હતી. આ સાંસદોના નામ હજુ સ્પષ્ટ થયા નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે કેટલાક પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ પણ ઉદ્ધવ જુથમાંથી ખસીને શિંદે જુથમાં સામેલ થઈ શકે છે.
Maharashtra Politics):હવે એ જોવું રહ્યું કે આ નેતાઓ પક્ષ બદલે છે તો ક્યારે? આગામી સંસદ સ્તર પહેલાં અથવા તો એ દરમિયાન પણ આ થઈ શકે છે. આ પહેલાં શિવસેનાનાં ૧૮માંથી ૧૨ જેટલા સાંસદ શિંદે જૂથમાં જોડાઈ ગયા હતા.
એક બાજુ જ્યાં ઉદ્ધવ ઠાકરેએ પોતાના જ દમ પર ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે ત્યારે શિંદે જૂથે `ઓપરેશન ટાઈગર` શરૂ કરીને પોતાની પકડ મજબૂત કરવાની રણનીતિ અપનાવી છે.
હવે, એ તરફ નજર કરીએ કે આ કયા કયા નેતાઓ (Maharashtra Politics) તરફ નજર રખાઇ રહી છે. અને એ શા માટે? તો, તજતેરમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રવિન્દ્ર ધંગેકરે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મુલાકાત કરી હતી. તે ઉપરાંત મહા વિકાસ અઘાડીના છ નેતાઓ શિવસેનાના સંપર્કમાં હોવાની માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના મહાદેવ બાબર, સુભાષ બને, ગણપત કદમ, ચંદ્રકાંત મોકાટે અને કોંગ્રેસના રમાકાંત મ્હાત્રે પણ શિંદે જુથનાં સંપર્કમાં છે.
આ બધાની બચ્ચે મંત્રી સંજય શિરસાટે શિવસેનાના બે જૂથોને લઈને એવું નિવેદન આપ્યું હતું કે જેણે ફરી સૌને ગોટાળે ચડાવી દીધા છે. એક ન્યૂઝ ચેનલ માટે ઇંટરવ્યૂ આપતા શિરસાટે કહ્યું હતું કે શિવસેનાનાં બંને જૂથો વચ્ચેનો ખટરાગ હવે એટલો ઊંડો નથી રહ્યો અને જો તેમને તક મળશે તો તેઓ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે સમાધાન કરી શકે છે.

