સંજય રાઉત(Sanjay Raut)એ મોટો આરોપ લગાવતા કહ્યું કે તેમને ખાતરી છે કે ચૂંટણી ચિન્હ અને નામ મેળવવા માટે અત્યાર સુધીમાં 2000 કરોડના સોદા અને વ્યવહારો થયા છે.
Maharashtra Politics
સંજય રાઉત
ચૂંટણી પંચ(Election Commission)એ શિવસેના (Shivsena)નું નામ અને ચિહ્ન મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)ના જૂથના નામ પર કરી દીધું છે. આ બન્યું ત્યારથી મહારાષ્ટ્રમાં ઠાકરે અને શિંદે જૂથના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ થઈ ગયા છે. ઠાકરે જૂથ ચૂંટણી પંચના આ નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યું છે. શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત(Sanjay Raut)એ મોટો આરોપ લગાવતા કહ્યું કે તેમને ખાતરી છે કે ચૂંટણી ચિન્હ અને નામ મેળવવા માટે અત્યાર સુધીમાં 2000 કરોડના સોદા અને વ્યવહારો થયા છે.
સંજય રાઉતે કહ્યું કે આ આંકડો 100 ટકા સાચો છે. ટૂંક સમયમાં ઘણી બાબતોનો ખુલાસો થશે. દેશના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. અગાઉ રાઉતે કહ્યું હતું કે "અમારી પાર્ટી લૂંટાઈ છે. અમે તેની તપાસ કરીશું. ચોરને પકડવો પડશે. આખરે ધનુષ અને તીરનો ચોર કોણ છે? અમે બધા ફક્ત ધનુષ અને તીર ચોરી કરનારાઓની જ તપાસ કરી રહ્યાં છીએ. આ ચોરી તેમને મોંઘી પડશે." રાઉતે આરોપ લગાવ્યો છે કે આ નિર્ણય ખરીદવામાં આવ્યો છે. મૂળ શિવસેના પાસેથી પ્રતીક અને નામ છીનવી લેવામાં આવ્યું છે. આ ન્યાય નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: નવું ચિહ્ન સ્વીકારી લો, લોકોને એનાથી બહુ મોટો ફરક નહીં પડે
અમિત શાહ પર વળતો પ્રહાર કરતાં રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રે શાહની વાતને ક્યારેય ગંભીરતાથી લીધી નથી. કોણ જીત્યું અને કોણ હાર્યું, તે રાજ્યની જનતા નક્કી કરશે. અમે પેગાસસ વિશે પણ પ્રશ્નો પૂછ્યા. સુપ્રીમ કોર્ટમાં ગયા અને ક્લીન સીટ મેળવી. અહીં શું થાય છે તે બધા જાણે છે.તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના પ્રશ્નો દેશના પ્રશ્નો છે. ઈઝરાયેલની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે, ઈવીએમ મશીનો હેક થઈ રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર સરકારે જવાબ આપવો જોઈએ.