Maharashtra Political Crisis: કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે શનિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. આ સરકાર વધારે સમય સુધી નહીં ટકે. વિજય વડેટ્ટીવારે દાવો કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં મુખ્ય ખુરશી (CM)ને જોખમ છે.
એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
Maharashtra Political crisis : કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે શનિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. આ સરકાર વધારે સમય સુધી નહીં ટકે. વિજય વડેટ્ટીવારે દાવો કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં મુખ્ય ખુરશી (CM)ને જોખમ છે. તેમણે કહ્યું કે હું કહી શકું છું કે સપ્ટેમ્બર સુધી રાજ્યના સીએમ બદલાઈ જશે. શિંદે મુખ્યમંત્રી નહીં રહે.
મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર (Congress Leader Vijay Wadettiwar)એ શનિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે થઈ રહ્યું છે, તે યોગ્ય નથી. તેમણે દાવો કર્યો છે કે આ સરકાર વધારે સમય સુધી નહીં ચાલે.
ADVERTISEMENT
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતી વખતે કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં મુખ્ય ખુરશી (સીએમ)ને જોખમ છે. હું કહી શકું છું કે સપ્ટેમ્બર સુધી રાજ્યના સીએમ બદલાઈ જશે.
#WATCH | Vijay Wadettiwar, LoP Maharashtra & Congress leader, says, "What`s happening in Maharashtra is not right...This government will not last...There is danger to the main chair (CM) in Maharashtra. I can say there will be a change in the main chair by September..." pic.twitter.com/7qZYrN7RGq
— ANI (@ANI) August 19, 2023
ગયા મહિને સરકારમાં સામેલ થયા શિંદે
ભાજપ, મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળું એનસીપી જૂથ મહારાષ્ટ્ર સરકારમાં સત્તારૂઢ ભાગીદાર છે. અજિત પવાર ગયા મહિને શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપીથી અલગ થઈ ગયા અને સરકારમાં સામેલ થઈ ગયા.
ગયા મહિને સત્તારૂઢ દળ સાથે હાથ મિલાવ્યા બાદ અજિત પવાર બીજા ડિપ્ટી સીએમ બન્યા, જ્યારે તેમની પાર્ટીના આઠ સહયોગીઓએ મંત્રી પદની શપથ લીધી. બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ડિપ્ટી સીએમ છે.
જૂન 2022માં સીએમ બન્યા શિંદે
જૂન 2022માં, શિંદે દ્વારા વિદ્રોહ કરવા અને શિવસેનાને વિભાજિત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ. ત્યાર બાદ શિંદેએ સીએમ પદ પર કબજો કરવા માટે ભાજપ સાથે ગઠબંધન કરી લીધું.
ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે વિરોધીઓએ એક વર્ષથી પોતાને ચેકમેટ કરવાના અનેક પ્રયાસ કર્યા છે, પણ તેમને સફળતા નહીં મળે અને તેમનું સપનું સાકાર નહીં થાય એમ કહ્યું હતું. વિરોધીઓ પોતાની બુદ્ધિ ગમે એટલી લગાવશે તો પણ હું પરાજિત નહીં થાઉં, કારણ કે મને જનતાનો મજબૂત સપોર્ટ છે એમ પણ તેમણે કહ્યું હતું.
થાણેના કોરમ મૉલમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ભારતના વિખ્યાત ચેસખેલાડી વિશ્વનાથ આનંદે એક જ સમયે ૨૨ ખેલાડીઓનો મુકાબલો કર્યો હતો. ચેસના આ ગ્રૅન્ડમાસ્ટરે રાજકારણમાં આવવાની જરૂર હતી, કારણ કે રાજકારણમાં પણ એક જ સમયે અનેક વિરોધીઓનો સામનો કરવો પડે છે. કેટલાક વિરોધીઓ ચેસની રમતમાં ઊંટની ચાલ ચાલે છે, કોઈ અઢી સ્થાન ચાલતા ઘોડાની તો કોઈ હાથીની ચાલ ચાલે છે. એકબીજાને ચેકમેટ કરવા માટે બધા તત્પર હોય છે. જ્યારથી હું મુખ્ય પ્રધાન બન્યો છું ત્યારથી અનેક લોકોએ મને ચેકમેટ કરવાના ભરપૂર પ્રયાસ કર્યા છે, પણ તેમને સફળતા નથી મળી. એની પાછળનું સૌથી મોટું કારણ છે જનતાનો સપોર્ટ. વિરોધીઓ ભલે ગમે એટલી ચાલ રમે, એ જનતાના આશીર્વાદ સામે નિષ્ફળ રહેશે.’
શિવસેનાના કયા જૂથના કેટલા વિધાનસભ્યો સંપર્કમાં?
કેટલાક દિવસથી એવી ચર્ચા છે કે એકનાથ શિંદે જૂથના ૧૧ વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. તેઓ એકનાથ શિંદેથી નારાજ હોવાનું કહેવાય છે. આ વિશે સરકારના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે જે ભાવનાથી ઉદ્ધવ ઠાકરેથી જુદા થયા હતા એ અમારી સાથેના ૪૦ વિધાનસભ્યો સારી રીતે જાણે છે. એકનાથ શિંદેનો બર્થ-ડે હતો ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૩માંથી ૧૦ વિધાનસભ્યોએ ફોન કરીને તો ૬ વિધાનસભ્યોએ મળીને શુભેચ્છા આપી હતી. અજિત પવાર સરકારમાં સામેલ થયા ત્યારથી ખોખે કે ગદ્દાર શબ્દો સાંભળવા નથી મળી રહ્યા.’