Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra: શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલે, સંજય રાઉતે શા માટે આવું કહ્યું

Maharashtra: શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલે, સંજય રાઉતે શા માટે આવું કહ્યું

Published : 30 June, 2023 11:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadanvish)ના શરદ પવાર (Sharad Pawar)વિશેના નિવેદન બાદ મહારાષ્ટ્ર(Maharashtra)માં બયાનબાજી તેજ થઈ છે. એવામાં શિવેસેના નેતા સંજય રાઉત(Sanjay Raut)નું શિંદે સરકારને લઈ નિવેદન સામે આવ્યું છે.

સંજય રાઉત

સંજય રાઉત


દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadanvish)ના શરદ પવાર (Sharad Pawar)વિશેના નિવેદન બાદ મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય બયાનબાજી તેજ થઈ ગઈ છે. હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) નેતા સંજય રાઉત(Sanjay Raut)એ ફડણવીસ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે તેમનો પ્રયોગ 2019માં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો જ્યારે તેમણે NCP નેતા અજિત પવાર સાથે ભાજપની આગેવાની હેઠળ સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રાઉતે કહ્યું કે લોકો દેવેન્દ્ર ફડણવીસને ગંભીરતાથી લેતા નથી અને તેમની ગઠબંધન સરકાર માત્ર ત્રણ દિવસ જ ચાલી શકે છે. આ દરમિયાન સંજય રાઉત(Sanjay Raut) એવો પણ દાવો કર્યો હતો કે શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલે.


ફડણવીસે આરોપ લગાવ્યા હતા



વાસ્તવમાં, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડનીસે એક ઇન્ટરવ્યુ દરમિયાન મહારાષ્ટ્રમાં શપથ કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે અજિત પવાર સાથે સવારે લગભગ 6 વાગ્યે રાજભવનમાં શપથ લીધા હતા. ઈન્ટરવ્યુમાં ફડણવીસે દાવો કર્યો હતો કે એનસીપીના વડા શરદ પવાર આ ગઠબંધન માટે સંમત થયા હતા, ત્યારબાદ સરકાર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે પવાર પીછેહઠ કરી અને બેવડી રમત રમી.


સંજય રાઉતનો જવાબ

ફડણવીસના આરોપોનો જવાબ આપતા સંજય રાઉત(Sanjay Raut)એ કહ્યું કે શરદ પવારે પણ કંઇ કર્યું હોય તો ઠીક છે. આમાં કંઈ નવું નથી. વાત એ છે કે તમે પ્રયોગ કર્યો અને તે નિષ્ફળ સાબિત થયો. સત્ય એ છે કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને સરકાર બનાવી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા, આ ગઠબંધનને પવારનું સંપૂર્ણ સમર્થન હતું. દરમિયાન સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદે સાથેની વર્તમાન સરકાર લાંબો સમય નહીં ચાલે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમની સરકાર પડી જશે.


મહારાષ્ટ્રની શપથવિધિ શું હતી?

તમને જણાવી દઈએ કે 2019માં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શિવસેનાએ બીજેપી સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ નવા ગઠબંધનની વાત શરૂ થઈ હતી. જ્યારે કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવા માટે વાતચીત ચાલી રહી હતી, ત્યારે અચાનક એક તસવીર સામે આવી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ અને એનસીપી નેતા અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેતા જોવા મળ્યા હતા. આ તસવીરે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. જો કે, શરદ પવારના કહેવા પર આખી રમત પલટાઈ ગઈ અને લગભગ 80 કલાક પછી આ જોડાણ તૂટી ગયું. હવે દેવેન્દ્ર ફડણવીસે પોતાના ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2023 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK