લોનાવલા સિટી અને લોનાવલા ગ્રામીણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે
પ્રતીકાત્મક તસવીર
ભુશી ડૅમના ઉપરવાસના પ્રતિબંધિત વિસ્તારમાં પિકનિક માટે ગયેલા પુણેના બે પરિવારના પાંચ સભ્યોનાં ૩૦ જૂને મૃત્યુ થયા બાદ કલેક્ટર દ્વારા વૉટરફૉલ પર જવા સામે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવા છતાં સહેલાણીઓ ત્યાં પહોચી જતા હોવાથી હવે પોલીસે તેમની સામે ગુનો નોંધવાનું શરૂ કર્યું છે. લોનાવલા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુહાસ જગતાપે કહ્યું હતું કે લોનાવલા સિટી અને લોનાવલા ગ્રામીણ પોલીસે મળીને ૧૭ જણ સામે આ બાબતે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

