જૂનના પહેલા અઠવાડિયામાં જ મૉનસૂનના કેરળમાં પ્રવેશ કરવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં મૉનસૂન 7 જૂન સુધી પહોંચી શકે છે.
Mumbai Monsoon
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં લોકો મૉનસૂન 2023ની (Monsoon Alert 2023) આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે મૉનસૂનને લઈને એક રાહતના સમાચાર પણ આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે મૉનસૂન મોડેથી આવવાની આગાહી કરવામાં આવી હતી. જોકે, મૉનસૂનની ગતિ પોતાના સમયે છે અને મૉનસૂન માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. જેને જોતાં હવામાન વિભાગે નવા પૂર્વાનુમાનમાં કહ્યું છે કે ભારતમાં સમયસર મૉનસૂનની એન્ટ્રી થઈ શકે છે. આથી જૂનના પહેલા અઠવાડિયામાં જ મૉનસૂનના કેરળમાં પ્રવેશ કરવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં મૉનસૂન 7 જૂન સુધી પહોંચી શકે છે.
મૉનસૂન અંગે હવામાન વિબાગે એક મોટી અપડેટ આપી છે. પુણે હવામાન વિભાગે રાજ્યમાં મૉનસૂન 7 જૂન સુધી કોંકણમાં પહોંચવાનું અનુમાન આપ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે મૉનસૂન માટે વાતાવરણ અનુકૂળ છે અને જે રીતે અરબસાગરમાં બાષ્પીભવનનો પવન ફૂંકાવાનો શરૂ થશે, મૉનસૂન ઝડપથી મહારાષ્ટ્ર તરફ આગળ વધશે.
ADVERTISEMENT
મૉનસૂન માટે અનુકૂળ જળવાયુને કારણે મૉનસૂન 4 જૂનને બદલે 1 જૂને પણ કેરળમાં પ્રવેશી શકે છે. સાથે જ, એ પણ અનુમાન આપવામાં આવ્યું છે કે આ 7 જૂન સુધી મહારાષ્ટ્રના તળ કોંકણમાં પણ પ્રવેશશે.
ઠેહરાવ બાદ હવે આગળ વધ્યું મૉનસૂન!
આ વર્ષે દક્ષિણ પશ્ચિમ મૉનસૂને 19 મેના જ આંદામાન સાગરમાં દસ્તક દીધી. જો કે, પછીથી મૉનસૂનની ગતિ ધીમી પડી ગઈ અને આની પ્રગતિ અટકી. ભારતની પહેલી પ્રાઈવેટ વેધર કંપની સ્કાયમેટના પૂર્વાનુમાન પ્રમાણે ગયા અઠવાડિયે મૉનસૂનની કાર્યપ્રણાલીમાં ઘણો ફેરફાર થયો.
સ્કાયમેટના અધ્યક્ષ જીપી શર્માએ કહ્યું, હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમમાં ક્રૉસ-ઈક્વેટોરિયલ પ્રવાહ મજબૂત થઈ રહ્યા છે. આથી આગામી 2-3 દિવસોમાં બંગાળની ખાડી, આંદામાન સાગર અને આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં મૉનસૂનના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ ગઈ છે.
આ પણ વાંચો : આ વર્ષે સામાન્ય રહેશે મૉનસૂન, 4 જૂનના રોજ પહોંચશે કેરળ : IMD
મુંબઈમાં ક્યારે થશે મૉનસૂનનું આગમન?
સામાન્ય રીતે દક્ષિણ રાજ્ય કેરળમાં મૉનસૂનનું આગમન 1 જૂનથી થાય છે. પણ આ વર્ષે મૉનસૂનની શરૂઆત 4 જૂનથી થવાની આશા છે. મૉનસૂન 2022માં 29મે, 2021માં 3 જૂન અને 2020માં 1 જૂનના રોજ પહોંચ્યું હતું. જો કે, શર્માએ અનુમાન કર્યું છે કે દક્ષિણ અરબ સાગરમાં મૉનસૂનના પહોંચવામાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. જેથી કેરળમાં મૉનસૂન મોડું પહોંચે થેવી શક્યતા ખૂબ જ ઓછી છે. હવે અનુમાન છે કે મૉનસૂન સમયસર કેરળમાં પ્રવેશ કરશે. જ્યારે મુંબઈ મૉનસૂન 11 જૂનની આસપાસ પહોંચશે.