કોર્ટે આ અરજીને સ્વીકારી હતી અને તેમની બે વર્ષની સજા અત્યારે સસ્પેન્ડ કરીને આરોપીઓની અપીલ પર ફરિયાદી પક્ષ પાસેથી જવાબ માગ્યો છે.
માણિકરાવ કોકાટ
મહારાષ્ટ્રના કૃષિપ્રધાન અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય માણિકરાવ કોકાટે અને તેમના ભાઈને ૧૯૯૫ના બોગસ ડૉક્યુમેન્ટ્સને આધારે સરકારી મકાન મેળવવાના મામલામાં દોષી ઠેરવીને બે વર્ષની સજા ગયા અઠવાડિયે કરી હતી. કૃષિપ્રધાન અને તેમના ભાઈએ આ સજાને રદ કરવાની માગણી કરતી અરજી સોમવારે નાશિકની કોર્ટમાં કરી હતી. કોર્ટે આ અરજીને સ્વીકારી હતી અને તેમની બે વર્ષની સજા અત્યારે સસ્પેન્ડ કરીને આરોપીઓની અપીલ પર ફરિયાદી પક્ષ પાસેથી જવાબ માગ્યો છે.
ઉલ્લેખનીય છે કે નાશિકમાં ઓછી આવક ધરાવતા લોકોની કૅટેગરીમાં માણિકરાવ કોકાટે અને તેમના ભાઈ સુનીલ કોકાટેએ બોગસ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરીને બે ફ્લૅટ મેળવ્યા હતા. મુખ્ય પ્રધાનના ૧૦ ટકાના ક્વોટામાં ફ્લૅટ મેળવવા માટે પાત્રતા ન હોવા છતાં તેમણે આ ફ્લૅટ મેળવ્યા હોવાના પુરાવા તપાસમાં મળી આવતાં નાશિકની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે ૨૦ ફેબ્રુઆરીએ માણિકરાવ કોકાટે અને તેમના ભાઈ સુનીલને બે વર્ષની સજા ફટકારી હતી.

