નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, સાંસદ સુપ્રિયા સુલે, પ્રધાન રાજેન્દ્ર શિંગણે, પાર્થ દાદા પવાર, રાજ્ય પ્રધાન દત્તા મામા ભરણે, કિશોરી પેડણેકર, પંકજા મુંડે, પ્રિતમ મુંડે સહિત ઘણા નેતાઓએ હોસ્પિટલમાં ધનંજય મુંડેની મુલાકાત લીધી હતી
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેને આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમને મંગળવારે ચક્કર આવવાની સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે સવાર સુધીમાં તેમને આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ વખતે તેમને ચક્કર આવતા હતા અને વધુ સ્ટ્રેસને કારણે તે થાકી ગયા હતા, તેથી ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન મુંડેની હાલત જાણવા માટે અનેક નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, ભાજપના નેતાઓ પંકજા મુંડે અને પ્રિતમ મુંડે પણ હાજર હતા. મીડિયાને પ્રતિક્રિયા આપતા, રાજ્યના સામાજિક ન્યાય મંત્રીએ કહ્યું કે “મારી તબિયત સારી છે. તમારો પણ આભાર.”
ADVERTISEMENT
હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે, મુંડેએ તમામ કાર્યકરો, શુભેચ્છકો અને પક્ષના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો જેમણે હોસ્પિટલની મુલાકાત લીધી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું. તેમણે કહ્યું કે “ડૉક્ટરની સલાહ મુજબ થોડા દિવસ આરામ કર્યા બાદ તે જલ્દી સ્વસ્થ થઈને લોક સેવામાં પરત ફરી જશે.”
દરમિયાન, તેમણે કાર્યકરોને પણ અપીલ કરી હતી કે તેઓ શક્ય તેટલી વહેલી તકે જાતે આવીને કાર્યકરોને મળશે. તેમણે મળવા આવવું નહીં કારણ કે ડૉકટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.
નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, સાંસદ સુપ્રિયા સુલે, પ્રધાન રાજેન્દ્ર શિંગણે, પાર્થ દાદા પવાર, રાજ્ય પ્રધાન દત્તા મામા ભરણે, કિશોરી પેડણેકર, પંકજા મુંડે, પ્રિતમ મુંડે સહિત ઘણા નેતાઓએ હોસ્પિટલમાં ધનંજય મુંડેની મુલાકાત લીધી હતી.