નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના નેતાઓની ગઈ કાલે મુંબઈના બેલાર્ડ એસ્ટેટ ખાતે આવેલી પાર્ટીની ઑફિસમાં પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી
ગઈ કાલે બેલાર્ડ એસ્ટેટમાં આવેલી પાર્ટીની ઑફિસમાં જઈ રહેલાં શરદ પવાર અને સુપ્રિયા સુળે. (તસવીર: શાદાબ ખાન)
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના નેતાઓની ગઈ કાલે મુંબઈના બેલાર્ડ એસ્ટેટ ખાતે આવેલી પાર્ટીની ઑફિસમાં પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી, જેમાં જયંત પાટીલે મુમ્બ્રા-કળવાના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડની ગટનેતા તરીકે અને રોહિત પાટીલની મુખ્ય પ્રતોદપદે નિયુક્તિ કરી હતી. બેઠક બાદની પ્રેસ-કૉન્ફરન્સમાં જયંત પાટીલે આ નિયુક્તિ સંબંધી માહિતી આપી હતી. આ મીટિંગમાં શરદ પવાર, સુપ્રિયા સુળે સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.