શરદ પવાર (Sharad Pawar)ને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પુણે(Pune)માંથી 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે.
શરદ પવાર
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે NCP પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પુણે(Pune)માંથી 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે.
અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે, આરોપીની ઓળખ સાગર બર્વે તરીકે થઈ છે અને તે આઈટી એન્જિનિયર છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેમને 13 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ NCP સુપ્રીમો(Sharad Pawar)ને જાનથી મારી નાખવાની ધમકી આપવા માટે બે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા.
ADVERTISEMENT
વોટ્સએપ પર મેસેજ મોકલીને ધમકી આપી હતી
શરદ પવાર(Sharad Pawar)ને કથિત જાનથી મારી નાખવાની ધમકી સંબંધિત કેસમાં શરદ પવાર(Sharad Pawar)ની પુત્રી સુપ્રિયા સુલે(Supriya Sule)એ કહ્યું કે 9 મેના રોજ તેના પિતાને કથિત રીતે વોટ્સએપ પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. NCP નેતાઓએ પોલીસને જણાવ્યું હતું કે પવારને ફેસબુક પર સંદેશ મળ્યો હતો કે તે નરેન્દ્ર દાભોલકર (2013માં માર્યા ગયેલા તર્કવાદી) જેવો જ ભાગ્ય પામશે. મુંબઈ પોલીસ(Mumbai Police)એ ભારતીય દંડ સંહિતાની કલમ 153(a), 504 અને 506(2) હેઠળ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બે લોકો સામે કેસ નોંધ્યો હતો.
આ પણ વાંચો: અજીત પવાર `ખુશ નથી` એવી ચર્ચાઓ વચ્ચે સુપ્રિયા સુલેએ જણાવી હકીકત
મહારાષ્ટ્રના સીએમએ સુરક્ષા કડક બનાવવાના નિર્દેશ આપ્યા હતા
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde)એ પોલીસને પૂર્વ સીએમ શરદ પવાર(Sharad Pawar)ની સુરક્ષા વધુ કડક કરવાનો નિર્દેશ આપ્યો હતો. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે એનસીપી સાથે વૈચારિક મતભેદ છે, પરંતુ અગ્રણી વિપક્ષી નેતાને ધમકીઓ સહન કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે શરદ પવાર દ્વારા મળેલી ધમકીને સરકારે ગંભીરતાથી લીધી છે. તેમની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
9 જુનના રોજ શરદ પવાર (Sharad Pawar)ને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. શરદ પવાર (Sharad Pawar)ને મળેલી ધમકી વિશે માહિતી આપતાં NCP સાંસદ સુપ્રિયા સુલે (Supriya Sule)એ કહ્યું હતું કે તેમને પવાર માટે વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. તેને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી હતી. અમે પોલીસ પાસે ન્યાયની માંગ કરવા આવ્યા છીએ. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને આ તરફ ધ્યાન આપવાની માગણી કરું છું. આવા કૃત્યો ગંદુ રાજકારણ છે અને તે બંધ થવું જોઈએ. સુલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધી રહી છે. હું માનનીય અમિત શાહને વિનંતી કરું છું કે કૃપા કરીને મહારાષ્ટ્ર પર ધ્યાન આપો, અહીં શું થઈ રહ્યું છે.