Maharashtra Gram Panchayat Election 2023 Result: મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યના અનેક મંત્રી અને નેતા પોત-પોતાના ગામમાં વોટ આપવા પહોંચ્યા છે.
અજિત પવાર (તસવીર સૌજન્ય મિડ-ડે)
Maharashtra Gram Panchayat Election 2023 Result: મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યના અનેક મંત્રી અને નેતા પોત-પોતાના ગામમાં વોટ આપવા પહોંચ્યા છે. ચૂંટણી આ વખતે મહત્વની છે કારણકે એનસીપી શરદ પવાર અને અજિત પવાર એમ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. ચૂંટણી દરમિયાન બીજેપી પેનલના નેતાઓએ અજિત પવાર પેનલ પર પૈસા વહેંચવાનો આરોપ પણ મૂક્યો છે.
શિવસેના અને એનસીપીમાં વિભાજન તેમજ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગના જોર પકડાયા બાદ રવિવારે રાજ્યની 2 હજાર 359 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું હતું. સોમવારે તેમના મતોની ગણતરી થવાની છે. તેના પરિણામો ગમે તે હોય, મહારાષ્ટ્રનો રાજકીય મિજાજ ઘણી હદે જાણી શકાય છે. રાજ્યના ગ્રામીણ મતદારો કોંગ્રેસ-ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની `મહા વિકાસ અઘાડી` સાથે છે કે ભાજપ-એકનાથ શિંદે અને અજિત પવારના મહાગઠબંધન સાથે છે તેનો અંદાજ લગાવી શકાય છે. જો કે આ ચૂંટણીઓમાં, પક્ષના ચિન્હ પર સીધા મતો નાખવામાં આવતા નથી, પરંતુ જે ઉમેદવારો અથવા પેનલો ચૂંટણી લડે છે તેની પાછળ પક્ષની તાકાત હોય છે. રવિવારે સાંજે 5.30 કલાકે પૂરા થયેલા મતદાનમાં સારી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હોવાના અહેવાલો છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ દ્વારા રાજ્યની ગ્રામીણ જનતા સીધી રીતે 2 હજાર 498 સરપંચોની ચૂંટણી કરી રહી છે. કારણ કે રવિવારે 2359 ગ્રામ પંચાયતો તેમજ સરપંચોની 130 ખાલી જગ્યાઓ માટે પેટાચૂંટણી યોજાઈ હતી. આ સાથે 2 હજાર 950 ગ્રામ પંચાયત સભ્યોની ચૂંટણી પણ યોજાઈ ગઈ છે.
ADVERTISEMENT
અનેક મોટા નેતાઓએ કર્યું મતદાન
Maharashtra Gram Panchayat Election 2023 Result: આગામી દિવસોમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા થયેલ આ ગ્રામ પંચાયત ચૂંટણીનું મહારાષ્ટ્રની ગ્રામીણ રાજનીતિમાં કેટલું મહત્વ છે, તે એ વાત પરથી જ સમજી શકાય છે કે રાજ્યના અનેક મંત્રી અને મોટા નેતા પોત-પોતાના ગામ મતદાન માટે પહોંચી ગયા છે. ઉપમુખ્યમંત્રી અજિત પવાર બીમાર હોવાને કારણે પોતે મત આપવા ન ગયા, પણ તેમની પત્ની અને વૃદ્ધ માતા બારમતીના કાટેવાડી ગ્રામ પંચાયત માટે મત આપવા ગયાં. કાટેવાડી ગ્રામ પંચાયત પર છેલ્લા કેટલાક વર્ષોથી એનસીપી પેનલનો કબજો છે. અહીંની ચૂંટણી આ વખતે એટલા માટે પણ ખાસ છે, કારણકે આ વખતે એનસીપી શરદ પવાર અને અજિત પવાર એમ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે.
અજિત પવાર પેનલ પર છે આ આરોપ
Maharashtra Gram Panchayat Election 2023 Result: બીજી તરફ અજિત પવાર સત્તામાં બીજેપી સાથે હોવા છતાં પણ કાટેવાડી ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં તેમની પેનલને બીજેપીની પેનલનો માત્ર સામનો કરવો પડી રહ્યો છે, પણ સાથે જ મતદાન દરમિયાન બીજેપી પેનલના નેતાઓએ અજિત પવાર પેનલ પર પૈસા વહેંચવાનો આરોપ પણ મૂક્યો છે.
રવિવારે કાટેવાડી આ કારણે પણ ચર્ચામાં રહી, કારણકે જ્યારે અજિત પવારના વૃદ્ધ માતા અહીં મત આપવા આવ્યા ત્યારે તેમણે મીડિયા સામે કહ્યું, "મારી ઈચ્છા છે કે હું મારે જીવતે જીવ અજિત પવારને મુખ્યમંત્રી બનતા જોઉં." ત્યાર બાદ આના પર રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ. મોટાભાગે સુપ્રિયા સુળે અને નાના પટોળે જેવા નેતાઓએ એમ કહીને વાત ટાળી દીધી કે દરેક માને એવું લાગે છે કે તેમના સંતાન આગળ વધે, પણ શિંદે જૂથના પ્રવક્તા અને રાજ્યના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે હાલ તો એકનાથ શિંદે જ મુખ્યમંત્રી છે. અજિત પવાર ઊંમરમાં હજી નાના છે. તેમની પાસે મુખ્યમંત્રી બનવા માટે ઘણો સમય છે.