પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, વિધાન પરિષદના ચૅરપર્સન પ્રોફેસર રામ શિંદે સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ટ્રિબ્યુટ વૉલનું ભૂમિપૂજન કર્યું
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ટ્રિબ્યુટ વૉલનું ભૂમિપૂજન કર્યું હતું. મંત્રાલયની બાજુમાં આવેલા મહાત્મા ગાંધીના પૂતળાની બાજુમાં આ વૉલ તૈયાર કરવામાં આવશે. ચક્ર વિઝન ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટની પહેલ હેઠળ સ્વાતંયસેનાનીઓના માનમાં આ વૉલ બનાવવામાં આવી રહી છે. આખા દેશમાં આવી ૧૦૮ ટ્રિબ્યુટ વૉલ બનાવવામાં આવશે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, વિધાન પરિષદના ચૅરપર્સન પ્રોફેસર રામ શિંદે સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

