વિધાન પરિષદમાં ઉદ્ધવસેનાના નેતાએ કરેલા પ્રશ્નના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કરી જાહેરાત, તેમણે કહ્યું હતું કે EV પર ટૅક્સથી સરકારને ખાસ કોઈ આવક નહોતી થવાની અને EVને પ્રમોટ કરવાની સરકારની પહેલ પર એની અવળી અસર થતી હોવાથી આ ટૅક્સ પાછો લેવાની જાહેરાત કરી.
વિધાન પરિષદમાં ઉદ્ધવસેનાના નેતાએ કરેલા પ્રશ્નના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કરી જાહેરાત
રાજ્યના બજેટમાં ૩૦ લાખ કે એનાથી વધારે કિંમતના ઇલેક્ટ્રિક વેહિકલ (EV) પર ૬ ટકા ટૅક્સ લેવાની જે જાહેરાત કરવામાં આવી હતી એ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે આ બાબતની જાહેરાત વિધાન પરિષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે EV પર ટૅક્સથી સરકારને ખાસ કોઈ આવક નહોતી થવાની અને EVને પ્રમોટ કરવાની સરકારની પહેલ પર એની અવળી અસર થાય એમ હોવાથી આ ટૅક્સ પાછો લેવાની જાહેરાત કરવામાં આવી છે.
વિધાન પરિષદમાં ઉદ્ધવસેનાના નેતા અનિલ પરબે સરકારને પૂછ્યું હતું કે એક બાજુ કેન્દ્ર સરકાર પ્રદૂષણ ન કરતાં EVને પ્રમોટ કરવા જુદાં-જુદાં ઇન્સેન્ટિવ આપી રહી છે ત્યારે રાજ્ય સરકારનો EV પર ટૅક્સ નાખવાનો નિર્ણય સરકારની આ કોશિશોથી વિપરીત નથી? આના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે ટૅક્સ પાછો ખેંચ્યો હોવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
થોડા દિવસ પહેલાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્યના પુણે અને છત્રપતિ સંભાજીનગરમાં મોટા પાયે EVના મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ્સ આવી રહ્યા હોવાથી મહારાષ્ટ્ર EVમાં દેશની રાજધાની બનશે.

