જાન્યુઆરીના અંત સુધીમાં આવાં અતિક્રમણને હટાવવાના આશયથી એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે
દેવેન્દ્ર ફડણવીસ
કિલ્લાઓ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ છે. એ જગ્યાએ કોઈ પણ અતિક્રમણને રોકવા માટે ઉચ્ચ સ્તરની તકેદારી જાળવવી મહત્ત્વની છે. આ ઉદ્દેશથી મહારાષ્ટ્ર સરકાર ૧ ફેબ્રુઆરીથી ૩૧ મે વચ્ચે કિલ્લાઓ પરનાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા અતિક્રમણ વિરોધી અભિયાન હાથ ધરશે. આ બાબતે રાજ્યના કલ્ચરલ અફેર્સ મિનિસ્ટર આશિષ શેલારે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે કિલ્લાઓ પરના અતિક્રમણને દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરોની અધ્યક્ષતામાં સમિતિઓની રચના કરી છે. જાન્યુઆરીના અંત સુધીમાં આવાં અતિક્રમણને હટાવવાના આશયથી એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ સમિતિઓ અતિક્રમણની સમીક્ષા કરીને યાદી તૈયાર કરશે. ત્યાર બાદ એના પર અમલીકરણની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.’