બુધવારે બહાર પાડવામાં આવેલા સરકારી ઠરાવમાં રાજ્યએ સમગ્ર બોર્ડની શાળાઓ માટે મરાઠી ભાષાને ફરજિયાત વિષય બનાવવાની તેની 2020ની સૂચનાના કડક અમલીકરણની માગ કરી છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) મરાઠી ન ભણાવતી શાળાઓની માન્યતા રદ કરવાની ધમકી આપી છે. બુધવારે બહાર પાડવામાં આવેલા સરકારી ઠરાવ (GR)માં રાજ્યએ સમગ્ર બોર્ડની શાળાઓ માટે મરાઠી ભાષા (Maharashtra Government)ને ફરજિયાત વિષય બનાવવાની તેની 2020ની સૂચનાના કડક અમલીકરણની માગ કરી છે. ઘણી શાળાઓ તેનું પાલન કરતી ન હોવાનું જાણવા મળતાં સરકારને નિર્દેશ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું.