મુંબઈ લોકલ માટે કલકત્તાનું મૉડલ
મુંબઈ લોકલ
સરકાર પર લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવાનું દબાણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના ચીફ સેક્રેટરી સંજય કુમાર સાથે મંગળવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ માટેની વ્યવસ્થા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ચીફ સેક્રેટરીનો સંપર્ક સાધતાં તેમણે મીટિંગમાં મુંબઈ લોકલ ટ્રેન પુનઃ શરૂ કરવાનો મુદ્દો ચર્ચાયો હોવાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ‘પદ્ધતિઓ નક્કી કરવા માટે આંતરિક મીટિંગ ગોઠવવામાં આવી હતી. અમે રેલવે દ્વારા ટ્રાફિકમાં સુધારો કરવા માટેની વ્યવસ્થા વિકસાવી રહ્યા છીએ અને એ પ્રક્રિયામાં ઘણી બેઠકો યોજાશે.’
ADVERTISEMENT
સામાન્ય જનતા માટે ટ્રેન ક્યારથી શરૂ થશે એ વિશે હજી સ્પષ્ટતા નથી ત્યારે મીમીટિંગમાં હાજર રહેનારા રેલવે અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તેમણે ટ્રેન-સર્વિસ શરૂ કરવા માટે બે લાંબા ગાળાની પદ્ધતિની ભલામણ કરી છે. પ્રથમ પદ્ધતિમાં લોકલ ટ્રેનોમાં રશ-અવર દરમ્યાન ભીડ ઓછી કરવા માટે પૅસેન્જરોને પ્રાપ્યતાના આધારે જુદા-જુદા ટાઇમ સ્લૉટ આપવાની યોજના છે, જ્યારે બીજી પદ્ધતિ કલકત્તાની ઈ-કોડ ટિકિટ વ્યવસ્થા પર આધારિત છે.’
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકાર આ વ્યવસ્થા ઊભી કરવા માટે પ્રાઇવેટ વેન્ડર્સની મદદ લેશે. કલકત્તાની મેટ્રો સર્વિસ મહામારીને કારણે પાંચ મહિના ચીફ સેક્રેટરીનો સંપર્ક સાધતાં તેમણે મીટિંગમાં મુંબઈ લોકલ ટ્રેન પુનઃ શરૂ કરવાનો મુદ્દો ચર્ચાયો હોવાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ‘પદ્ધતિઓ નક્કી કરવા માટે આંતરિક મીટિંગ ગોઠવવામાં આવી હતી. અમે રેલવે દ્વારા ટ્રાફિકમાં સુધારો કરવા માટેની વ્યવસ્થા વિકસાવી રહ્યા છીએ અને એ પ્રક્રિયામાં ઘણી બેઠકો યોજાશે.’
સામાન્ય જનતા માટે ટ્રેન ક્યારથી શરૂ થશે એ વિશે હજી સ્પષ્ટતા નથી ત્યારે મીમીટિંગમાં હાજર રહેનારા રેલવે અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તેમણે ટ્રેન-સર્વિસ શરૂ કરવા માટે બે લાંબા ગાળાની પદ્ધતિની ભલામણ કરી છે. પ્રથમ પદ્ધતિમાં લોકલ ટ્રેનોમાં રશ-અવર દરમ્યાન ભીડ ઓછી કરવા માટે પૅસેન્જરોને પ્રાપ્યતાના આધારે જુદા-જુદા ટાઇમ સ્લૉટ આપવાની યોજના છે, જ્યારે બીજી પદ્ધતિ કલકત્તાની ઈ-કોડ ટિકિટ વ્યવસ્થા પર આધારિત છે.’
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકાર આ વ્યવસ્થા ઊભી કરવા માટે પ્રાઇવેટ વેન્ડર્સની મદદ લેશે. કલકત્તાની મેટ્રો સર્વિસ મહામારીને કારણે પાંચ મહિના કરતાં વધુ સમય સુધી બંધ રહ્યા બાદ ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને ચોથી ઑક્ટોબરથી એ રવિવારે પણ ઉપલબ્ધ કરાવાઈ હતી.’
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કલકત્તામાં કોવિડ-19ના સમયગાળામાં આરોગ્યલક્ષી તકેદારી રાખવા માટે એકસાથે મહત્તમ ૪૦૦ પ્રવાસીઓ મેટ્રો રેલવે ટ્રેનમાં મુસાફરી કરે એ સુનિશ્ચિત કરવા માટે એક ટેક્નૉલૉજી સૉલ્યુશન્સ કંપની દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગથી કલર-કોડેડ ઈ-પાસ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.’