ચોંકાવનારી માહિતી એ છે કે આ ખર્ચની સરેરાશ ગણતરી કરીએ તો રોજના લગભગ 19 લાખ 74 હજાર રૂપિયાનો ધુમાડો થયો હોવાનું જોવા મળે છે
ફાઇલ તસવીર
થોડા મહિનાઓ પહેલાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)એ ઉદ્ધવ ઠાકરે સરકાર (Uddhav Thackeray)ને બાજુ પર ખસેડી અને ભાજપ (Maharashtra BJP) સાથે મળીને નવી સરકાર સ્થાપિત કરી હતી. માહિતીના અધિકાર હેઠળ મળેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે શિંદે-ફડણવીસ સરકારે સત્તામાં આવ્યા બાદથી જાહેરાતમાં કોઈ કસર છોડી નથી. આરટીઆઈમાં ચોંકાવનારી માહિતી મળી છે કે મહારાષ્ટ્રમાં તેમની સરકાર બની ત્યારથી માત્ર 7 મહિનામાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જાહેરાતો માટે સરકારી તિજોરીમાંથી 42 કરોડ 44 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે.
માહિતી અધિકાર કાર્યકર્તા નીતિન યાદવે સરકારના માહિતી જનસંપર્ક વિભાગ પાસેથી આ માહિતી માગી હતી. તેમણે કહ્યું છે કે "રાજ્ય સરકાર દ્વારા મને તાજેતરમાં આ ચૂકવણીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ચોંકાવનારી માહિતી એ છે કે આ ખર્ચની સરેરાશ ગણતરી કરીએ તો રોજના લગભગ 19 લાખ 74 હજાર રૂપિયાનો ધુમાડો થયો હોવાનું જોવા મળે છે. તેથી, શું સરકાર સામાન્ય લોકોના ખિસ્સામાંથી સરકારને જતી આ રકમના ખર્ચ પર અંકુશ લગાવશે? નીતિન યાદવે એમ પણ કહ્યું છે કે સવાલ એ છે કે શું જાહેરાતો કરાવતી સરકાર ખરેખર માત્ર જાહેરાતો નહીં પણ રાજ્યના વિકાસ માટે કામ કરશે?
ADVERTISEMENT
કેટલીક પ્રવૃત્તિઓના પ્રચાર માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. હર ઘર ત્રિરંગા પહેલ પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. હર ઘર ત્રિરંગા પહેલ માટે 10 કરોડ 61 લાખ 568 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે બૂસ્ટર ડોઝ પહેલના પ્રચાર માટે 86 લાખ 70 હજાર 344 રૂપિયા ખર્ચવામાં આવ્યા છે જે કેન્દ્રની પહેલ છે. ઓથોરિટી તરફથી માહિતી બહાર આવી છે કે રાષ્ટ્રનેતાથી રાષ્ટ્રપિતા સેવા પખવાડિયાના પ્રચાર માટે 4 કરોડ 72 લાખ 58 હજાર 148 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નરીમન પોઈન્ટને મીરા-ભાઇંદર સાથે જોડવામાં આવશે, ટૂંક સમયમાં શરૂ થશે નિર્માણ કાર્ય
ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના પ્રચાર પાછળ 2 કરોડ 37 લાખ રૂપિયા ખર્ચાયા
G20ના પ્રચાર પાછળ 85 લાખ 16 હજાર 592 રૂપિયા અને ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના પ્રચાર પાછળ 2 કરોડ 37 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના રોજગાર મેળાઓના પ્રચાર માટે 7 કરોડ 57 લાખ 45 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે MMRDAની જાહેરાત માટે 1 કરોડ 13 લાખ 47 હજાર 200 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મારરવી કૉર્પોરેશનના પ્રચાર પાછળ ૧૧ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માહિતીના અધિકારથી સ્પષ્ટ થાય છે કે બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિના કાર્યક્રમના પ્રચાર માટે 96 લાખ 40 હજાર 680 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.