૨૦૧૭થી ૨૦૨૦ની જેમની લાયબિલિટી પેન્ડિંગ છે તેમના માટે આ યોજના છે : વ્યાજ અને પેનલ્ટી ભરવામાંથી રાહત આપવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
રાજ્યની તળિયાઝાટક તિજોરીમાં થોડા પૈસા આવે એ આશય સાથે રાજ્ય સરકારે જેમનો ૨૦૧૭થી ૨૦૨૦નો ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કોઈ ને કોઈ કારણસર ભરવાનો બાકી છે તેમના માટે ઍમ્નેસ્ટી સ્કીમ જાહેર કરી છે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જાહેર કરેલી આ અભય યોજના ૨૦૨૫ની ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. જે વેપારીઓ, બિઝનેસમેનો કે ઉદ્યોગપતિઓ એનો લાભ લેશે તેમની પાસે વ્યાજ અને પેનલ્ટી વસૂલ નહીં કરવામાં આવે. વિધાનસભામાં અજિત પવારે કહ્યું હતું કે ‘રેકૉર્ડ મુજબ ત્રણ વર્ષનું વ્યાજ અને પેનલ્ટી સાથે ૫૪,૦૦૦ કરોડ રૂપિયા GST બાકી છે. એમાં ૨૭,૦૦૦ કરોડ રૂપિયા કોઈ ને કોઈ વિવાદને લીધે ભરવામાં ન આવેલા GSTના છે અને બાકીના ૨૭,૦૦૦ કરોડ રૂપિયા વ્યાજ અને પેનલ્ટીના છે. આ પહેલાંનો રેકૉર્ડ જોઈએ તો ટૅક્સની જે રકમ બાકી હોય એના ૨૦ ટકા રકમ અભય યોજનામાં જમા થતી હોય છે. એ મુજબ ૫૬૦૦થી ૬૦૦૦ કરોડ રૂપિયા આ યોજનામાંથી મળવાની અમારી ગણતરી છે. જોકે આ GSTના પૈસા હોવાથી અડધા રૂપિયા કેન્દ્ર સરકારને જશે અને રાજ્યને એમાંથી ૩૦૦૦ કરોડ જેટલા રૂપિયા મળવાની શક્યતા છે.’
ADVERTISEMENT
`9 લાખ કરોડ- રાજ્યની તિજોરી પર અત્યારે આટલા રૂપિયાનું દેવું છે