નવા વર્ષના આગમનને હવે માત્ર છ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે નવા વર્ષનું સ્વાગત કરવા સંબંધી રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નવા વર્ષના આગમનને હવે માત્ર છ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે નવા વર્ષનું સ્વાગત કરવા સંબંધી રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આજે રાતે અને ૩૧ ડિસેમ્બરે સવારે પાંચ વાગ્યા સુધી હોટેલ અને પબમાં દારૂ અને બિઅરના વેચાણને સરકારે પરવાનગી આપતો આદેશ જારી કર્યો છે. ઉપરાંત આ બન્ને દિવસે રાતે એક વાગ્યા સુધી વાઇનશૉપ પણ ચાલુ રાખવામાં આવશે. નવા વર્ષનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં રાજ્યભરમાં પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ સરકારે આ વખતે પણ દારૂના વેચાણની સાથે હોટેલ, પબ અને બારમાં મોડે સુધી દારૂ-બિઅર સર્વ કરવા માટેની પરવાનગી આપી છે. આ સિવાય ગઈ કાલે પણ વહેલી સવારે પાંચ વાગ્યા સુધી પબ-હોટેલ ચાલુ રહ્યાં હતાં.