નાશિકના નિફાડ તાલુકાના શિરવાડે ગામની હદમાં આવેલી ધામોરી નદી પાસે એક ડ્રાઇવરની ‘ભૂત’એ ખૂબ મારપીટ કરી હોવાનો અને અંધારામાં એક મહિલા ઊભી હોય એવો ફોટો સોશ્યલ મીડિયામાં આવવાથી ગામવાસીઓ ભયભીત થઈ ગયા છે.
રાતના અંધારામાં એક મહિલા ભૂત ઊભું છે અને એણે એક વ્યક્તિની પીઠમાં ખૂબ માર મારવાથી તે જખમી થઈ હોવાનો આ ફોટો વાઇરલ થયો છે.
નાશિકના નિફાડ તાલુકાના શિરવાડે ગામની હદમાં આવેલી ધામોરી નદી પાસે એક ડ્રાઇવરની ‘ભૂત’એ ખૂબ મારપીટ કરી હોવાનો અને અંધારામાં એક મહિલા ઊભી હોય એવો ફોટો સોશ્યલ મીડિયામાં આવવાથી ગામવાસીઓ ભયભીત થઈ ગયા છે. વાઇરલ થયેલી એક રીલમાં કોઈનો રડવાનો પણ અવાજ સંભળાય છે. આથી ભૂતના ડરથી લોકોએ રાતના સમયે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
ભૂતના ડરથી શિરવાડે ગામના લોકો ભયભીત થઈ ગયા હોવાની માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધિકારી કૃષ્ણા ચાંદગુડેએ કહ્યું હતું કે ‘ભૂત જેવી કોઈ વસ્તુ હોતી નથી. આમ છતાં ઘણા લોકોને ભૂતનો ડર લાગે છે, કારણ કે એ લોકોના મનમાં હોય છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા ફોટો ધ્યાનથી જોતાં એ એડિટ કરવામાં આવ્યા હોવાનું જણાયું છે. આથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આમ છતાં ગામવાસીઓના મનમાંથી ભૂતનો ડર કાઢવા માટે અમે અમાસની રાત્રે શિરગાડે ગામ પાસે જ્યાં ભૂત દેખાઈ રહ્યું છે ત્યાં જઈને રહીશું.’