Maharashtra Elections 2024: રાજ્યમાં 20 તારીખે ચૂંટણી અને 23 તારીખે પરિણામ જાહેર થયા બાદ મુખ્ય પ્રદાન કોણ બનશે? આ વાતને લઈને મતદાતાઓની સાથે પક્ષો વચ્ચે પણ ચર્ચા ચાલી રહી છે.
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 2024 (Maharashtra Elections 2024) માટે જંગની શરૂઆત થઈ ગઈ છે. ચૂંટણી માટે મતદાનને હવે માત્ર થોડા દિવસો બાકી છે જેને પગલે પક્ષના નેતાઓ દ્વારા એકબીજા પર આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ આ બધ વાત વચ્ચે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે રાજ્યમાં 20 તારીખે ચૂંટણી અને 23 તારીખે પરિણામ જાહેર થયા બાદ મુખ્ય પ્રદાન કોણ બનશે? આ વાતને લઈને મહાયુતિ (ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) અને મહા વિકાસ આઘાડી (શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ, કૉંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ) વચ્ચે ચર્ચા જામી છે. આ બધી ચર્ચા વચ્ચે મહાયુતિ હાલના સીએમ એકનાથ શિંદે કે નાયબ સીએમ દેવેન્દ્ર ફડણવીસ કે અજિત પવારને નહીં પણ તેમની પાર્ટીના આ લોકપ્રિય નેતાએ મુખ્ય પ્રધાન બનાવે તેવી ચર્ચા જાગી છે.
મહાવિકાસ આઘાડી અને મહાયુતિએ મુખ્યમંત્રી (Maharashtra Elections 2024) પદના ચહેરાની જાહેરાત કર્યા વિના જ પ્રચાર શરૂ કરી દીધો છે. ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારના નિવેદનના આધારે દાવો કર્યો છે કે મહાવિકાસ અઘાડીમાં સંખ્યાબળના આધારે મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે મહાગઠબંધન સંખ્યાના જોરે મુખ્યમંત્રી નહીં બને. આ દરમિયાન જ્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને શું તેમને મુખ્યમંત્રી પદ આપવામાં આવશે એવું પૂછવામાં આવતા તેમણે એક સ્માઇલ આપી હતી જેથી ઘણા સીએમ બનવા માગતા લોકોની વિકેટ પડી ગઈ.
ADVERTISEMENT
નિવેદનમાં નીતિન ગડકરીએ શું કહ્યું?
રાજ્યમાં મુખ્યમંત્રી કોણ હશે? તેની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Maharashtra Elections 2024) જ્યારે જાહેર સભામાં દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધું ત્યારે હોબાળો મચી ગયો હતો. જે બાદ ભાજપ દ્વારા સમરી કરવામાં આવી હતી. હવે 20 નવેમ્બરે મતદાન થશે. તે પહેલા નીતિન ગડકરીએ મુખ્યમંત્રી પદ અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે અન્ય મુદ્દાઓ પર પણ પોતાનું વલણ જાહેર કર્યું હતું. ચૂંટણી પહેલા એક નેશનલ ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે એક સ્માઇલ સાથે પોતાનું વલણ જાહેર કર્યું હતું.
નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે? તે સમયે તેમની નજર પ્રશ્નનો કળશ પર પડી. તેમના ચહેરા પર સ્મિત ખીલી ઉઠ્યું. ત્યારે જ લોકો વચ્ચે આ ચર્ચા શરૂ થઈ, પરંતુ આ સાથે જ ગડકરીએ (Maharashtra Elections 2024) કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના દાવેદાર નથી. તેમણે કહ્યું કે મારે મુખ્યમંત્રી બનવું નથી. તેમણે કહ્યું કે જો કોઈ આગ્રહ કરે, મને તક આપે તો પણ હું મુખ્યમંત્રી નહીં બનીશ. જોકે તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે મુખ્યમંત્રી કોણ હશે તે પક્ષના વરિષ્ઠ નેતાઓ નક્કી કરશે.