Maharashtra Elections 2024: સંતોષ યાદવ, જે છેલ્લા પાંચ વર્ષથી વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા હતા, તેમને સામાન્ય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા પરિષદ શાળા, નાગલે, રૂમ નંબર એક ખાતે ફરજ પર હતા.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના વસઈ વિસ્તારમાં એક હ્રદયદ્રાવક ઘટના બની હતી જેમાં એક માન્યતાપ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા (આશા) વર્કર ચૂંટણી માટે ફરજ બજાવવા જઈ રહ્યા હતા ત્યારે રેલવે અકસ્માતમાં દુઃખદ રીતે તેમનું જીવન ગુમાવ્યું હતું, એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Elections 2024) માટે રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકની ઓળખ 39 વર્ષીય સુમન સંતોષ યાદવ તરીકે થઈ છે.
સંતોષ યાદવ, જે છેલ્લા પાંચ વર્ષથી વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા હતા, તેમને સામાન્ય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા પરિષદ શાળા, નાગલે, રૂમ નંબર એક ખાતે ફરજ સોંપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, નાગલે ગામની નજીક વસઈ-દિવા રેલવે (Maharashtra Elections 2024) લાઇન નજીક સવારે 6:30 વાગ્યે આ ઘટના બની જ્યારે તે વસઈ મતવિસ્તારમાં જઈ રહી હતી. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે, સંતોષ યાદવ ટ્રેનની અડફેટે આવી ગયા હતા, જેના પરિણામે તેમનું અકાળે મૃત્યુ થયું હતું, અધિકારીએ જણાવ્યું હતું. યાદવના આકસ્મિક અવસાનથી તેમના સાથીદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ખૂબ જ આઘાત અને શોકમાં ડૂબી ગયા છે. ડોમ્બિવલી જીઆરપીએ આકસ્મિક મૃત્યુ રિપોર્ટ (એડીઆર) નોંધ્યો છે અને આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બુધવારે (Maharashtra Elections 2024) સવારે મતદાન થયું, જેમાં સત્તામાં ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન સત્તા જાળવી રાખવાની કોશિશ કરી રહ્યું છે અને મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન મજબૂત પુનરાગમનની આશા રાખે છે. એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે તમામ 288 વિધાનસભા બેઠકો પર સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યે સમાપ્ત થશે. 23 નવેમ્બરે મત ગણતરી થશે.
અધિકારીએ જણાવ્યું કે, 9.7 કરોડથી વધુ મતદારો મેદાનમાં રહેલા 4,136 ઉમેદવારોમાંથી પસંદગી કરશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ચાલુ હોવાથી, પાલઘર જિલ્લામાં બુધવારે બપોરે 3 વાગ્યા સુધીમાં 46.82 ટકા મતદાન નોંધાયું હતું. વસઈ વિધાનસભા ક્ષેત્રમાં (Maharashtra Elections 2024) જ્યાં વર્તમાન ધારાસભ્ય અને પ્રાદેશિક બહુજન વિકાસ આઘાડી (BVA)ના સુપ્રીમો હિતેન્દ્ર ઠાકુરે છેલ્લા ત્રણ દાયકામાં સમર્થકોનું મજબૂત નેટવર્ક બનાવ્યું છે. ભાજપના ઉમેદવાર સ્નેહા દુબે પંડિત 2024ની વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્યને પદભ્રષ્ટ કરવાની આશા સેવી રહ્યા છે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધી 58.22 ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યા સુધી રાજ્યમાં સરેરાશ 58.22 ટકા મતદાન થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું.