Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > `આજે તારી હત્યા નિશ્ચિત છે`: નાશિકમાં ચૂંટણી વચ્ચે ઉમેદવારે આપી બીજા ઉમેદવારને આપી આવી ધમકી

`આજે તારી હત્યા નિશ્ચિત છે`: નાશિકમાં ચૂંટણી વચ્ચે ઉમેદવારે આપી બીજા ઉમેદવારને આપી આવી ધમકી

Published : 20 November, 2024 03:51 PM | IST | Nashik
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra Elections 2024: સમીર ભુજબળે મતદારોને લઈ જતી બસને અટકાવી હતી જે પછી જ્યારે સુહાસ કાંડે ત્યાં આવ્યો ત્યારે તેણે સમીર ભુજબળને મારી નાખવાની સીધી ધમકી આપી. સુહાસ કાંડેએ ગુસ્સામાં સમીર ભુજબળને કહ્યું કે આજે તારી હત્યા નિશ્ચિત છે.

સમીર ભુજબળ અને સુહાસ કાંદે (તસવીર: સોશિયલ મીડિયા)

સમીર ભુજબળ અને સુહાસ કાંદે (તસવીર: સોશિયલ મીડિયા)


આજે 20 મી નવેમ્બર 2024 ના રોજ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Maharashtra Elections 2024) ચાલી રહી છે. ચૂંટણીને કારણે રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચેનો તણાવ વધ્યો છે અને તેઓ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક એવી ઘટના સામે આવું છે જેમાં એક ઉમેદવારે બીજા ઉમેદવારને મારી નાખવાની ધમકી આપી હતી. નાશિકમાં આ બનેલી ઘટનાને લઈને હવે લોકો અને રાજકીય વર્તુળમાં જોરદાર ચર્ચા શરૂ થઈ છે.


સમગ્ર મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે મતદાન શરૂ છે. જોકે આ વચ્ચે નાસિકના નંદગાંવ વિધાનસભા ક્ષેત્રમાં અપક્ષ ઉમેદવાર સમીર ભુજબલ અને એકનાથ શિંદેની શિવસેના (Maharashtra Elections 2024) ઉમેદવાર સુહાસ કાંદે વચ્ચે જોરદાર બબાલ થયો હોવાનું સામે આવ્યું છે. સુહાસ કાંદેએ બોલાવેલા મતદારોને સમીર ભુજબળે અટકાવ્યા કર્યા હતા. સમીર ભુજબળે મતદારોને લઈ જતી બસને અટકાવી હતી જે પછી જ્યારે સુહાસ કાંદે ત્યાં આવ્યો ત્યારે તેણે સમીર ભુજબળને મારી નાખવાની સીધી ધમકી આપી. સુહાસ કાંદેએ ગુસ્સામાં સમીર ભુજબળને કહ્યું કે આજે તારી હત્યા નિશ્ચિત છે. આ કારણે નંદગાંવ વિધાનસભા ક્ષેત્રમાં ભારે તણાવ નિર્માણ થયો છે.



સુહાસ કાંદેએ લાવેલા મતદારોની બસ સમીર ભુજબળે (Maharashtra Elections 2024) રોકી હતી. આ પછી સમીર ભુજબળ અને સુહાસ કાંદેના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જેના કારણે ભારે હોબાળો થયો હતો. આ ઘટના નંદગાંવ-મનમાડ રોડ પર બની હતી. ભુજબળે નક્કી કર્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં મતદારોને જવા દેશે નહીં. ભુજબળે સુહાસ કાંદે પર તેમની કૉલેજમાં શેરડીના કામદારોને હોસ્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ પછી એવું જોવા મળ્યું કે સમીર ભુજબળ અને સુહાસ કાંદે બંને સામસામે આવી ગયા. સુહાસ કાંદેએ સમીર ભુજબળને મારી નાખવાની સીધી ધમકી આપતાં કહ્યું કે આજે તારી હત્યા નક્કી છે. પોલીસ દ્વારા બન્ને જૂથના કાર્યકરોને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


થોડા સમય બાદ સમીર ભુજબળને રોકતા મતદારો રોષે ભરાયા (Maharashtra Elections 2024) હતા. તેઓએ કહ્યું કે અમારો સમય બગાડો નહીં. અમને મતદાનથી વંચિત ન રાખો. પોલીસે અમારા આધાર કાર્ડ તપાસવા જોઈએ, અમે બિહારી નથી. માત્ર ભોજન માટે અહીં રોકાયા છે. આ સાથે મતદારોએ વિરોધ કર્યો હતો. આજે વિધાનસભા ચૂંટણી માટે સમગ્ર રાજ્યમાં 288 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે જે નક્કી કરશે કે મહારાષ્ટ્રમાં કોણ સત્તા પર આવશે. નાસિક જિલ્લાની 15 વિધાનસભા બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને 196 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જિલ્લા વહીવટીતંત્રે આ વર્ષે ઓછામાં ઓછા 75 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખ્યો છે.

 


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2024 03:51 PM IST | Nashik | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK