ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન આ વખતે નાયબ મુખ્ય પ્રધાન કોઈ કામ ન કરવાના હોવાનું કહેવાય છે
એકનાથ શિંદે
રાજ્ય વિધાનસભાના રિઝલ્ટ બાદ તબિયત ખરાબ હોવાથી સાતારામાં આવેલા પોતાના ઘરે-ગામ જતા રહેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે ફરી એક વાર ત્રણ દિવસ માટે પોતાના ગામ જતા રહ્યા છે.
ગઈ કાલે હેલિકૉપ્ટરમાં પોતાના ગામ પહોંચેલા એકનાથ શિંદેનું ગામવાસીઓએ જોરદાર સ્વાગત કર્યું હતું. તેમની સાથે સંસદસભ્ય અને તેમના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે પણ છે. ગયા વખતે મહત્ત્વની મીટિંગ છોડીને તબિયત ખરાબ હોવાથી તેઓ પોતાના ગામ આવી ગયા હતા, પણ આ વખતે ત્રણ દિવસ દરમ્યાન તેઓ કોઈ પણ કામ નથી કરવાના હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ગયા વખતે તેઓ ગામ ગયા હતા ત્યારે તેઓ નારાજ હોવાથી અજ્ઞાતવાસમાં જતા રહ્યા હોવાની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ જ કારણસર આ વખતે તેઓ શું કામ ગામ ગયા છે એને લઈને લોકો જાત-જાતની અટકળો કરી રહ્યા છે.