સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મુદ્દે નેતા પ્રતિપક્ષ અજિત પવાર (Ajit Pawar)એ પૂછ્યું કે સરકાર સીમા વિવાદ પર પ્રસ્તાવ કેમ રજૂ નથી કરતી જ્યારે કાર્ય મંત્રણા સમિતિની બેઠકમાં નક્કી થયું હતું તે શીતકાલીન સત્રના પહેલા અઠવાડિયામાં આ પ્રસ્તાવ રજૂ કરશે.
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
કર્ણાટક (Karnataka) સાથે વધતા સીમા વિવાદ (Border Row) વચ્ચે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) સોમવારે કહ્યું કે રાજ્ય સરકાર એક ઇન્ચ જમીન માટે પણ લડશે. ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં કહ્યું કે રાજ્ય સરકાર કર્ણાટમાં મરાઠી બાષી લોકો પ્રત્યે ન્યાય સુનિશ્ચિત કરવા માટે જે પણ કરી શકે છે તે કરશે. મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદની (Maharashtra-Karnataka Border Row ) ગૂંજ સોમવારે અહીં વિધાનસભામાં (Maharashtra Assembly) પણ સાંભળવા મળી. વિપક્ષી દળોએ આ મુદ્દે એક પ્રસ્તાવ રજૂ કરવાની માગ કરી. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાએ (Karnataka Assembly) ગુરુવારે સીમાવિવાદને લઈને સર્વસમ્મતિથી એક પ્રસ્તાવ પાસ કરીને રાજ્યના હિતની રક્ષા અને પાડોશી રાજ્યને એક ઈન્ચ જમીન ન આપવાનો સંકલ્પ લીધો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ (CM Basavaraj Bommai) દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને સર્વસમ્મતિથી પાસ કરવામાં આવ્યો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સીમા વિવાદ મહારાષ્ટ્રએ `ઊભો` કર્યો છે. સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મુદ્દે નેતા પ્રતિપક્ષ અજિત પવાર (Ajit Pawar)એ પૂછ્યું કે સરકાર સીમા વિવાદ પર પ્રસ્તાવ કેમ રજૂ નથી કરતી જ્યારે કાર્ય મંત્રણા સમિતિની બેઠકમાં નક્કી થયું હતું તે શીતકાલીન સત્રના પહેલા અઠવાડિયામાં આ પ્રસ્તાવ રજૂ કરશે.
તેમણે કહ્યું કે પ્રસ્તાવ રજૂ કરવો સોમવારની કાર્ય સૂચિમાં સામેલ નથી. પવારે કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રીના નિવેદને `મહારાષ્ટ્રના ગૌરવને ઠેસ પહોંચાડી છે.` ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (રાકૉંપા)ના વરિષ્ઠ નેતા જયંત પાટિલના સસ્પેન્શનનો સંદર્ભ આપતા કહ્યું કે ગયા અઠવાડિયે પ્રસ્તાવ રજૂ એટલે ન કરી શકાયો કારણકે સ્થિતિ અનુકૂળ નહોતી. પાટિલને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિશે કરવામાં આવેલી ટિપ્પણી માટે ગુરુવારે સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : બદનામ અને બ્લૅકમેઇલ કરવા દાઉદ સાથે સંબંધ ધરાવતી મહિલાને પાછળ લગાવાઈ
સીમા વિવાદ પર સોમવાર અથવા મંગળવારે રજૂ કરવામાં આવશે પ્રસ્તાવ
ફડણવીસે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે એક અધિકારિક કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હીમાં હતા, જેને કારણે સદનમાં પ્રસ્તાવ રજૂ કરી શકાયો નહી. તેમણે સદનને આશ્વાસન આપ્યું છે કે સીમા વિવાદ પર એક પ્રસ્તાવ સોમવાર અથવા મંગળવારે રજૂ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના વિધેયક ફડણવીસે કહ્યું કે, "અમે એક ઈન્ચ માટે પણ લડશું. કર્ણાટકમાં મરાઠી ભાષી જનતા પ્રત્યે ન્યાય માટે અમે જે કંઈ પણ કરી શકીએ છીએ, તે કરીશું." તેમણે કહ્યું રાજ્ય સરકાર આ મુદ્દે એક ઇંચ પણ પીછેહઠ નહીં કરે.