શુક્રવારે નેતાઓને મળ્યા બાદ ફડણવીસે જણાવ્યું હતું કે, “ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ મોરિશિયસ (EDB) અને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) એ સમજૂતીના કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા"
તસવીર સૌજન્ય: ટ્વિટર
મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) હાલમાં મોરિશિયસની મુલાકાતે છે. તેમણે રાષ્ટ્રના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપન સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે મહારાષ્ટ્ર-મોરેશિયસ બંધનને વધુ મજબૂત બનાવવા પર સકારાત્મક ચર્ચાઓ કરી હતી.
શુક્રવારે નેતાઓને મળ્યા બાદ ફડણવીસે જણાવ્યું હતું કે, “ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ મોરિશિયસ (EDB) અને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) એ સમજૂતીના કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા અને ઉમેર્યું હતું કે આ પગલું મજબૂત જોડાણનો માર્ગ મોકળો કરશે અને મોરેશિયસ અને મહારાષ્ટ્ર વચ્ચે વેપાર વધુ સરળ બનાવશે.
ADVERTISEMENT
નાયબ મુખ્યપ્રધાને શુક્રવારે સાંજે રાષ્ટ્રના મોકા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 12 ફૂટની પ્રતિમાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં તેમણે મહારાષ્ટ્ર ભવનના વિસ્તરણ માટે મોરેશિયસ મરાઠી મંડળી ફેડરેશનને 8 કરોડ રૂપિયા અને 10 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરી હતી.
ફડણવીસે મોરિશિયસમાં મરાઠી ભાષી લોકો તેમના પૂર્વજોના મૂળ સ્થાન સાથે સતત સંપર્કમાં રહી શકે તે સુનિશ્ચિત કરવા માટે એક અલગ સેલ સ્થાપવાનું વચન આપ્યું હતું. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, “મોરિશિયસના માનનીય વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથજી સાથે મુલાકાત કરી, એક મહાન નેતા કે જેમણે ઘણા વર્ષોથી ભારત-મોરિશિયસ બોન્ડને જાળવવા અને મજબૂત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહારાષ્ટ્ર-મોરિશિયસ કનેક્ટને વધુ અદ્યતન તબક્કામાં લઈ જવા બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ.”
મોરિશિયસના પ્રમુખ પૃથ્વીરાજસિંહ રૂપન સાથેની તેમની મુલાકાત પર, ફડણવીસે કહ્યું કે, “વિવિધ ક્ષેત્રોમાં તેમના વિશાળ જ્ઞાન અને અનુભવના આધારે તેમને સાંભળવું ખૂબ જ શાનદાર હતું. તેમણે અમને મહારાષ્ટ્ર અને મોરિશિયસ બોન્ડને આગળ લઈ જવાના માર્ગો પર માર્ગદર્શન આપ્યું!"
આ પણ વાંચો: રિસાયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને સાસુ-સસરાએ ધિબેડી નાખ્યો
નાયબ મુખ્યપ્રધાન તે દેશના અન્ય કેટલાક નેતાઓને પણ મળ્યા હતા. તેમણે ટ્વિટરમાં કહ્યું કે, "અમે વિવિધ ક્ષેત્રો પર વિગતવાર ચર્ચા કરી હતી અને મહારાષ્ટ્ર-મોરેશિયસ સહયોગ પર આગળ વધવાના માર્ગ પર વાતચીત કરી.”