અજિત પવાર હાલ જનસન્માન યાત્રા કરી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે
અજિત પવાર
મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની હવે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે એવી પરિસ્થિતિમાં મહાયુતિની સરકારના નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી વખતે મેં બહેન (સુપ્રિયા સુળે) સામે પત્ની (સુનેત્રા પવાર)ને ઉતારીને બહુ મોટી ભૂલ કરી હતી. મારે એમ નહોતું કરવું જોઈતું. હું મારી બધી જ બહેનોને પ્રેમ કરું છું. કોઈએ પરિવારમાં પૉલિટિક્સ ઘુસાડવું ન જોઈએ.’
અજિત પવાર હાલ જનસન્માન યાત્રા કરી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર લોકસભાની એ ચૂંટણી સુપ્રિયા સુળે સામે હારી ગયાં હતાં. જોકે એ પછી તેમને રાજ્યસભાનાં મેમ્બર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં.