અમૃતા ફડણવીસ (Amrita Fadnavis) પાસેથી જબરજસ્તી વસૂલીના કેસમાં નવો ખુલાસો થયો છે. અમૃતા ફડણવીસની (Amrita Fadnavis) તે ચેટ સામે આવી છે જેમાં તે અનિલ જયસિંહાનીને પોતાના અને દેવેન્દ્ર ફડણવીસના (Devendra fadnavis) સંબંધને લઈને વાત કરી રહ્યાં છે.
અમૃતા ફડણવીસ (તસવીર સૌજન્ય મિડ-ડે)
અમૃતા ફડણવીસ (Amrita Fadnavis) પાસેથી જબરજસ્તી વસૂલીના કેસમાં નવો ખુલાસો થયો છે. અમૃતા ફડણવીસની (Amrita Fadnavis) તે ચેટ સામે આવી છે જેમાં તે અનિલ જયસિંહાનીને પોતાના અને દેવેન્દ્ર ફડણવીસના (Devendra fadnavis) સંબંધને લઈને વાત કરી રહ્યાં છે. આ ચેટમાં અમૃતાએ ડિવૉર્સનો (Divorce) ઉલ્લેખ કર્યો છે. હવે પોતે પોલીસે ખુલાસો કર્યો છે કે કેમ અમૃતા સટ્ટાબાઝ અનિલ જયસિંઘાનીએ આ પ્રકારની વાત કરી હતી.
મહારાષ્ટ્રના (Maharashtra) ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની (Devendra Fadnavis) પત્ની અમૃતા ફડણવીસ (Amrita Fadnavis) પાસેથી જબરજસ્ત વસૂલી કેસમાં હવે નવો ખુલાસો થયો છે. અમૃતા ફડણવીસની (Amrita Fadnavis) તે ચેટ સામે આવી છે જેને તેમણે આરોપી અનિલ જયસિંહાની સાથે કરી હતી. તમે આ ચેટમાં થયેલી વાતો જાણીને દંગ રહી જશે. હકિકતે, આ મામલે માલાબાર હિલ પોલીસ સ્ટેશને ચાર્જશીટ દાખલ કરી છે અને તેના પછી પોલીસના હવાલે આ ચેટ સામે આવી છે.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસની પત્નીની ચેટ થકી થયા અનેક ખુલાસા
પોલીસ પ્રમાણે, અમૃતાએ અનિલ જયસિંઘાનિયા સાથે અનેકવાર ચેટ કરી હતી. અમૃતાએ અનિલ સિંઘાનિયાને કહ્યું કે જો કે કોઈ કેસમાં ફસાયેલો છે અને મદદ માગે છે તો તે પોતાના પતિ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે વાત કરી શકે છે. આ સિવાય અમૃતાની અનિલ જયસિંહાની સાથે પોતાના પતિ દેવેન્દ્ર ફડણવીસના સંબંધોને લઈને વાત થઈ. અમૃતાએ અનિલની ચેટમાં કહ્યું કે દેવેન્દ્ર અને તેમની વચ્ચે કેટલાક સમયથી સંબંધ બરાબર નથી.
અમૃતા ફડણવીસે કેમ કરી ડિવૉર્સની વાત?
આ ચેટમાં એ પણ સામે આવ્યું કે અમૃતાએ પોતાના ડિવૉર્સ સુદ્ધાંની વાત કરી દીધી. અમૃતા ફડણવીસે કહ્યું કે શક્ય છે કે આ કેસ બાદ તેમના પતિ તેમને ડિવૉર્સ સુદ્ધાં આપી દે. તમે વિચારી રહ્યા હશો કે જેના વિરુદ્ધ અમૃતાએ રિપૉર્ટ નોંધાવ્યો છે, આખરે કેમ તે જ શખ્સ સાથે તેણે આટલી વાતો કરી? આખરે કેમ દેવેન્દ્ર ફડણવીસની પત્નીએ પોતાના પર્સનલ સંબંધો પણ આરોપી સામે છતાં કરી દીધા?
શું હતો મુંબઈ પોલીસનો ગેમ પ્લાન?
હકીકતે આ બધું જ પોલીસની એક પ્લાનિંગનો ભાગ હતો. ફેબ્રુઆરી મહિનામાં અમૃતાએ અનિલ જયસિંહાની અને તેની દીકરી અનિક્ષા વિરુદ્ધ કેસ નોંધાવ્યો. ત્યારથી પોલીસ આ મામલે તપાસમાં લાગેલી હતી. પોલીસને લાગ્યું કે અમૃતા પોતે જ આ કેસમાં મહત્વની માહિતી એકઠી કરી શકે છે. પોલીસે જ અમૃતાને સતત આરોપીના સંપર્કમાં રહેવું કહ્યું. જે વાતચીત અમૃતાએ અનિલ જયસિંહાની સાથે કરી, તે પોલીસે તેમને જણાવી હતી જેથી આરોપી અમૃતા પર વિશ્વાસ કરી શકે.
અનિલ જયસિંહાની અને તેની દીકરી પર છે આરોપ
નોંધનીય છે કે અનિલ જયસિંહાની એક ક્રિકેટ સટ્ટાબાજ છે જ્યારે તેની દીકરી અનિક્ષા એક ફેશન ડિઝાઈનર છે. નવેમ્બર 2021માં અનિક્ષા સાથે અમૃતાની પહેલી મુલાકાત થઈ અને બન્ને મિત્ર બની ગયા. અનિલ જયસિંઘાનિયા પર પહેલાથી જ 15 કેસ નોંધાયેલા છે અને આ કેસમાંથી છૂટકારો પામવા માટે અનિક્ષાએ જાણીજોઈને અમૃતા સાથે મિત્રતા કરી અને પછી તેને બ્લેકમેલ કરવા માંડી. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં અમૃતા ફડણવીસને અનેક વૉઈસ નોટ્સ, વીડિયોઝ અને મેસેજ મોકલ્યા. ત્યાર બાદ પિતા-પુત્રીએ મળીને અમૃતા પાસે એક કરોડ રૂપિયાની માગ કરી.
આ પણ વાંચો : Adipurush: રિલીઝ પહેલા ટીમની જાહેરાત, આ ખાસ કારણે થિયેટરમાં મૂકાશે એક સીટ ખાલી
આરોપી સતત બદલી રહ્યો હતો પોતાની લોકેશન
ફેબ્રુઆરીમાં જ અમૃતા ફડણવીસે આ બન્ને વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. ત્યારથી આરોપી અનિલ જયસિંહાની પોલીસને ગુમરાહ કરવા માટે પોતાની લોકેશન બદલી રહ્યો હતો. પોલીસ ઈચ્છતી હતી કે અમૃતા સતત અનિલના સંપર્કમાં રહ્યાં જેથી તેના લોકેશનની ખબર પડી શકે. આ માટે પ્લાનિંગ કરવામાં આવી અને અમૃતાએ અનિલ જયસિંહાની સાથે વાતચીત શરૂ કરી દીધી.