મહારાષ્ટ્રમાં કોંગ્રેસ(Maharashtra Congress)ના એકમાત્ર સાંસદ બાલુ ધાનોરકર(Balu Dhanorkar)નું નિધન થયું છે. બાલુ ધાનોરકર દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
બાલુ ધનોરકર (ફાઈલ ફોટો)
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ(Maharashtra Congress)ના એકમાત્ર સાંસદ બાલુ ધાનોરકર(Balu Dhanorkar)નું નિધન થયું છે. બાલુ ધાનોરકર દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પરંતુ મંગળવારે સવારે તેમનું નિધન થયું હતું. કોંગ્રેસના એક નેતાએ તેમના નિધનની માહિતી આપી હતી. 48 વર્ષીય બાલુ ધાનોરકરના પરિવારમાં તેમની પત્ની પ્રતિભા ધાનોરકર અને બે પુત્રો છે. પ્રતિભા ધાનોરકર પણ ધારાસભ્ય છે.
કિડની સ્ટોનની સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ
ADVERTISEMENT
કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થરોટે જણાવ્યું કે, બાલુ ધાનોરકરને કિડની સ્ટોનની સમસ્યાને કારણે ગયા અઠવાડિયે નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમની તબિયત બગડતાં તેમને એર એમ્બ્યુલન્સમાંથી દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મંગળવારે તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર ગોઝારો અકસ્માત: વૈષ્ણોદેવી જતી બસ પૂલમાં ખાબકી,10ના મોત, 59 ઘાયલ
બાલુ ધાનોરકરે બાળાસાહેબ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2014 માં ચંદ્રપુર જિલ્લામાંથી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે ધાનોરકર ચંદ્રપુર બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડવા માંગતા હતા. જ્યારે પાર્ટીએ તેમને ટિકિટ ન આપી ત્યારે ધાનોરકર કોંગ્રેસમાં જોડાયા હતા.
ધનોરકર કોંગ્રેસમાં જોડાયા અને ચંદ્રપુર લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના હંસરાજ આહિરને હરાવ્યા. વર્ષ 2019 માં, બાલુ ધાનોરકરની પત્ની પ્રતિભા ધાનોરકર વારોરા ભદ્રાવતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા.