મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી દંગાનો માહોલ ઉભો થયો છે. રાજ્યના બે જિલ્લા અહમદનગર(Ahmednagar) અને નંદુબાર(Nandubar)માં ગત રોજ બે જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો,જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે
પથ્થરમારો
પ્રતિકાત્મક તસવીર
રામનવમીએ વિવિધ રાજ્યોમાં શરૂ થયેલી સાંપ્રિદાયક હિંસા અટકવાનું નામ જ નથી લેતી. હજી તો બિહાર (Bihar)અને પશ્ચિમ બંગાળ(West Bengal)ની સ્થિતિ કાબૂમાં નથી આવી ત્યાં મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી દંગાનો માહોલ ઉભો થયો છે. રાજ્યના બે જિલ્લા અહમદનગર(Ahmednagar) અને નંદુબાર (Nandubar)માં ગત રોજ બે જુથો વચ્ચે પથ્થરમારો (Clash Between Two Groups) થયો હતો,જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. બંને જિલ્લાઓના કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ થઈ રહી છે. સુત્રો અનુસાર અહેમદનગરમાં રામનવમી દરમિયાન ઝંડો લગાવવા માલે બે સમુદાય વચ્ચે ઝપાઝપી થઈ હતી બાદમાં ભારે જીભાજોડી થઈ. જોકે ત્યાર બાદ આલ ઝઘડોનું સમાધાન થઈ ગયું હતું. પરંતુ ગત રોજ એ જ બે જુથો વચ્ચે ફરી વાર બાઈક પાર્કિંગને લઈ ઝઘડો થયો બાદમાં મારામારી થઈ અને ત્યારબાદ પથ્થરમારો થતાં સ્થિતિ કથળી હતી.
બંને જૂથોએ પથ્થરમારો કર્યો હતો જેમાં નજીકના વાહનોને પણ નુકસાન થયું હતું. આ હિંસા કેસમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે અને મોડી રાત્રે FIR પણ નોંધવામાં આવી છે. આ સાથે 25થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અહેમદનગર અને નંદુરબારમાં તણાવ ચાલુ
અહેમદનગરની સાથે નંદુરબાર શહેરમાં ગઈકાલે રાત્રે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો અને તણાવનું વાતાવરણ ઉભું થયું હતું. જો કે બંને જૂથો વચ્ચે અથડામણ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પોલીસે આ કેસમાં 6 થી 7 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Maharashtra:જ્યાં જયાં ભાજપને હારનો ડર ત્યાં ત્યાં સાંપ્રદાયિક હિંસા: સંજય રાઉત
પોલીસ અધિક્ષક પી.આર. પાટીલે જણાવ્યું હતું કે નંદુરબાર શહેરમાં કેટલાક લોકો હંગામો મચાવી રહ્યા હતા અને હંગામો મચાવનારા લોકોને પોલીસે તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધા હતા.છ થી સાત લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નંદુરબાર પોલીસ પ્રશાસને લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.હંગામો મચાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા પણ રામનવમીને લઈને છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા, મહારાષ્ટ્રના જલગાંવ અને મુંબઈના મલાડમાં હિંસક ઘટનાઓ જોવા મળી હતી. તે જ સમયે, અહમદનગર અને નંદુરબારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે.