એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાને પગલે જે ઉદ્ધવ ઠાકરે સરકારના પતનમાં પરિણમ્યું હતું, બે જૂથો શિવસેનાના નામ અને ધનુષ અને તીરના મૂળ પ્રતીક પર દાવો કરી રહ્યા છે. ત્યારે આજે ઇલેક્શન કમિશને એકનાથ શિંદેને શિવસેના નામ અને તીર કમાનનું નિશાન પણ ફાળવ્યું છે
એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
શિવસેનાના (Shiv Sena) નામને લઈને શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથ વચ્ચે ચાલતી ખેંચતાણ વચ્ચે ચૂંટણી પંચે શુક્રવારે આદેશ આપ્યો છે કે શિવસેનાના એકનાથ શિંદે (Eknath Shinde) જૂથને શિવસેનાનું સત્તાવાર નામ અને બાળાસાહેબ ઠાકરે પક્ષનું ધનુષ-તીર ચિહ્ન મળશે. . એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાને પગલે જે ઉદ્ધવ ઠાકરે સરકારના પતનમાં પરિણમ્યું હતું, બે જૂથો શિવસેનાના નામ અને ધનુષ અને તીરના મૂળ પ્રતીક પર દાવો કરી રહ્યા છે. આ મુદ્દો ચૂંટણી પંચમાં હોવાથી ધનુષ અને તીરનું પ્રતીક જામી ગયું હતું. પેટાચૂંટણી માટે, બંને જૂથોને બે અલગ અલગ પ્રતીકો ફાળવવામાં આવ્યા હતા - શિંદે જૂથને બે તલવાર અને એક ઢાલ, જ્યારે ઉદ્ધવ જૂથને જ્યોતિષી મશાલનું ચિહ્ન આપવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી ઉથલપાથલ જળવાયેલી છે. શિવસેનાના નામ અને પાર્ટીના સિમ્બૉલ પરના અધિકારને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ જળવાયેલી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ શિવસેનાનું નામ અને પાર્ટીનું નિશાન ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવાઈ ગયું છે. ECએ એકનાથ શિંદે જૂથને પાર્ટીનું નામ અને શિવસેનાનું પ્રતીક ધનુષબાણ સોંપી દીધું છે.
ADVERTISEMENT
હકિકતે ગયા વર્ષે જૂનમાં જ્યારે એકનાથ શિંદે સત્તાપલટ કરી હતી તો પાર્ટીમાં બે જૂથ બન્યા હતા. પાર્ટી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના સમર્થકો વચ્ચે વહેંચાઈ ગઈ હતી. શિંદે જૂથના બળવા બાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. પછીથી એકનાથ શિંદેએ સીએમ અને દેવેન્દ્ર ફડણવીસે ડિપ્ટી સીએમ પદના શપથ લીધા હતા.
ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ ખરી શિવસેનાની ઓળખ માટે સામ-સામા થયા હતા. જ્યાં એકનાથ શિંદે જૂથનું કહેવું હતું કે અમે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને આગળ વધારી રહ્યા છે. તો ઉદ્ધવ જૂથ શિવસેના પર પોતાનો દાવો ઠોકી રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં સત્તામાં ફેરફાર બાદ ઉદ્ધવ જૂથ અને એકનાથ શિંદે જૂથે શિવસેના નામ અને પાર્ટીના પ્રતીક ચિહ્ન ધનુષબાણને લઈને ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો હતો.
આ પણ વાંચો : પીએમ નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત સમયે BJPએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ઘેર્યા
ઑક્ટોબર 2022માં શિંદે જૂથને પાર્ટીના પ્રતીક તરીકે બે તલવાર અને ઢાલ સાથે બાળાસાહેબાંચી શિવસેના (બાળાસાહેબની શિવસેના) નામ આપવામાં આવ્યું હતું. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથને શિવસેના (ઉદ્ધવ બાળાસહેબ ઠાકરે) નામ આપવામાં આવ્યું હતું અને પ્રતીક ચિહ્ન મશાલ આપવામાં આવ્યું હતું.