મંગળવારે જલગાંવમાં મહાયુતિ વતી ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેની મહત્વાકાંક્ષી યોજના ‘માઝી લાડકી બહિન’ યોજના હેઠળ આ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે
એકનાથ શિંદેની ફાઇલ તસવીર
Eknath Shinde Convoy Meets with An Accident: મહાવિકાસ અઘાડી આગામી વિધાનસભાની ચૂંટણી માટે આકરા પડકારને ઝીલવા માટે કમર કસી રહી છે. લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનાર મહાગઠબંધન હવે વિધાનસભા માટે નો-રિસ્ક વલણ અપનાવ્યું છે અને આગળ નીકળી ગયું છે. મહાગઠબંધનમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જલગાંવ પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાન એકનાથ શિંદેના કાફલાને અકસ્માત નડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.