ચૂંટણીમાં મહાયુતિએ જબરદસ્ત વિજય મેળવ્યા બાદ હવે મુખ્ય પ્રધાન કોણ બનશે એનું સસ્પેન્સ કાયમ છે
ફાઇલ તસવીર
વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ જબરદસ્ત વિજય મેળવ્યા બાદ હવે મુખ્ય પ્રધાન કોણ બનશે એનું સસ્પેન્સ કાયમ છે. મોટા ભાગે આગામી મુખ્ય પ્રધાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના જ બનવાનું નક્કી થઈ ગયું છે. આથી એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ મહાયુતિના મુખ્ય પ્રધાન રહ્યા બાદ એકનાથ શિંદે આગામી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારવા ન માગતા હોય તો તેમને બે ઑફર આપવામાં આવી છે. એકનાથ શિંદે કેન્દ્રમાં જાય અને તેમના પુત્ર શ્રીકાંત શિંદેને રાજ્ય સરકારમાં સામેલ કરો. આ બાબતે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા થઈ છે. જોકે હજી સુધી આ બાબતનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આથી એકનાથ શિંદે કઈ ઑફર સ્વીકારે છે એ જોવું રહ્યું.
જોકે બિહારની જેમ ઓછી બેઠક હોવા છતાં નીતિશકુમારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે એ પૅટર્ન મહારાષ્ટ્રમાં પણ લાગુ કરવામાં આવશે તો દેવેન્દ્ર ફડણવીસ ફરી નાયબ મુખ્ય પ્રધાનપદે કાયમ રહેશે કે તેમને કેન્દ્રની જવાબદારી સોંપવામાં આવશે એ પ્રશ્ન છે.