Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર: ફડણવીસ, શિંદે અને પવારે ધારાસભ્ય તરીકે શપથ લીધા

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર: ફડણવીસ, શિંદે અને પવારે ધારાસભ્ય તરીકે શપથ લીધા

Published : 07 December, 2024 01:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra Assembly Special Session: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર આજથી શરૂ થયું, નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લેવાનું શરૂ કર્યું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર (Maharashtra Assembly Special Session) આજથી શરૂ થયું છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લેવાનું શરૂ કરી દીધું છે. આજથિ શરુ થયેલ સત્ર ત્રણ દિવસ ચાલશે.


મહારાષ્ટ્રની ૧૫મી વિધાનસભાનું ત્રણ દિવસનું વિશેષ સત્ર આજથી મુંબઈમાં શરૂ થયું છે. પ્રોટેમ સ્પીકર ધારાસભ્ય કાલિદાસ કોલંબકર (Kalidas Kolambkar)એ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) અને અજિત પવાર (Ajit Pawar)એ ધારાસભ્ય તરીકે પદના શપથ લેવડાવ્યા છે. તમામ ૨૮૮ ધારાસભ્યો એક પછી એક શપથ લઈ રહ્યા છે. ધારાસભ્યો આજે અને આવતીકાલે શપથ લેશે. રાજ્યપાલનું સંબોધન ૯ ડિસેમ્બરે થશે અને વિધાનસભા અધ્યક્ષની પણ ચૂંટણી થશે.



ગઈકાલે ૬ ડિસેમ્બરે મુંબઈના વડાલાથી ૯ વખત ધારાસભ્ય કાલિદાસને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન (C. P. Radhakrishnan) તેમને શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત નવી વિધાનસભાના શિયાળુ સત્રની તારીખો પણ નક્કી કરવામાં આવી છે. આ સત્ર નાગપુર (Nagpur)માં ૧૬થી ૨૧ ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્ર પહેલા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી છે.


બીજી તરફ, શિવસેના યુબીટી (Shiv Sena – UBT)ના નેતા આદિત્ય ઠાકરે (Aditya Thackeray)એ કહ્યું કે, ‘અમે નક્કી કર્યું છે કે અમારા (શિવસેના યુબીટી) વિજેતા ધારાસભ્યો શપથ લેશે નહીં. જો તે જાહેર જનાદેશ હોત તો લોકો ખુશ થયા હોત અને ઉજવણી કરી હોત, પરંતુ ક્યાંય લોકોએ આ જીતની ઉજવણી કરી નથી. અમને EVM વિશે શંકા છે.’

આ સત્ર મહારાષ્ટ્રમાં નવી રચાયેલી વિધાનસભાના કાયદાકીય કાર્યસૂચિ માટે પર્યાવરણ તૈયાર કરવા માટેનું એક મંચ હશે. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્ર પહેલા, નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ કહ્યું કે તેઓએ તેમના મતવિસ્તારના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે.


આ સત્ર શા માટે ખાસ છે?

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર આજથી શરૂ થયું છે અને પ્રથમ દિવસે પ્રોટેમ સ્પીકર તમામ ૨૮૮ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.

વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી ૯ ડિસેમ્બરે યોજાશે. આ માટે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને ભાજપના ધારાસભ્ય સુધીર મુનગંટીવારને સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે.

એવી ચર્ચા છે કે રાહુલ નાર્વેકર સરકારમાં મંત્રી બનવા માંગે છે. જેના કારણે સુધીર મુનગંટીવારને પ્રમુખ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ૫ ડિસેમ્બરે શપથ લીધા બાદ કહ્યું હતું કે નવા કેબિનેટની જાહેરાત શિયાળુ સત્ર પહેલા કરવામાં આવશે.

આ સમયગાળામાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી પણ યોજાવાની છે. ત્રણેય નેતાઓ બેસીને નિર્ણય લેશે કે કેબિનેટનું વિસ્તરણ ક્યારે કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2024 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub