ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કેન્દ્રીય ઇલેક્શન કમિશનર રાજીવ કુમારને પત્ર લખીને મૌલાના સામે હેટ-સ્પીચનો કેસ નોંધીને કાર્યવાહી કરવાની માગણી કરતો પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મૌલાના ખલીલ-ઉર-રહમાન સજ્જાદ નોમાની, કિરીટ સોમૈયા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીના શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી અને નાના પટોલેને સમર્થન આપવાની સાથે મહારાષ્ટ્ર બાદ દિલ્હીની સરકારને પાડવાનું નિશાન છે એવું કહેતો વિડિયો ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલ-ઉર-રહમાન સજ્જાદ નોમાનીએ રજૂ કર્યો હતો. આ વિડિયો ઉપરાંત મૌલાના સજ્જાદ નોમાનીનો પરભણીનો એક વિડિયો પણ વાઇરલ થયો છે, જેમાં તેઓ લોકસભાની ચૂંટણીમાં BJPને મતદાન કરનારા મુસ્લિમોનો સામાજિક બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.