ઉદ્ધવ ઠાકરે દ્વારા વિનોદ ઘોસાળકરને ઉમેદવારી જાહેર થતાં આ મતદાર સંઘના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી
વિનોદ ઘોસાળકર પ્રચારકાર્ય દરમિયાન
શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા દહિસરના ઉમેદવાર જાહેર કરાયા એ પહેલાં જ દહિસરવાસીઓએ ૧૫૩-વિધાનસભા ક્ષેત્રમાં આ ચૂંટણીમાં પરિવર્તન લાવવા અહીંના સ્થાનિક કાર્યના અનુભવી જનસેવક વિનોદ ઘોસાળકરની તરફેણમાં પ્રચારકાર્ય શરૂ કરી દીધું હતું. ઉદ્ધવ ઠાકરે દ્વારા વિનોદ ઘોસાળકરને ઉમેદવારી જાહેર થતાં આ મતદાર સંઘના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. શિવસેના સાથે મહા વિકાસ આઘાડીના ઘટક પક્ષના પદાધિકારીઓ-કાર્યકરોએ ઘેર-ઘેર જઈને મશાલ ચિહ્નને મત આપવાનું આહ્વાન કર્યું હતું.
દરેક ધર્મ-જાતિ-સંપ્રદાય માટે સન્માન અને સદ્ભાવના રાખતા વિનોદ ઘોસાળકરને લોકોનો ટેકો અને ભારે સમર્થન મળી રહ્યાં છે. છેલ્લાં ૧૦ વર્ષથી લોકોને પોતાના હક્કની સગવડ મળી નથી કે ગંદકી-કચરો, પાણીની તંગી, સારા રસ્તા, ગટર, વરસાદમાં ભરાતાં પાણી અને ટ્રાફિકની તકલીફ દૂર થઈ નથી માટે જ સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે અમે દહિસરવાસીઓના હિતમાં કાર્ય થાય અને અટકેલાં વિકાસકાર્યો હાથ ધરાય એ માટે બદલાવ લાવીશું.
ADVERTISEMENT
વિનોદ ઘોસાળકર શિક્ષિત, સમજદાર, કાર્યઅનુભવી સેવા કરતા હોવાથી ભારે સમર્થન મેળવી રહ્યા છે. આ એક એવા ઉમેદવાર છે જેઓ પ્રચાર દરમ્યાન દરેક ધર્મ-સંપ્રદાયના લોકોને ઘરે-ઘરે મળવા ગયા છે અને તેમની સમસ્યાઓ જાણી છે. વિનોદ ઘોસાળકરે જણાવ્યું હતું કે ‘સ્લમ એરિયામાં રહેતા લોકોને SRA પ્રોજેક્ટમાં તેમના હક્કનાં ઘર આપવાં, ઍરપોર્ટ ઑથોરિટીના રડાર-વાયરલેસ નિયંત્રણને લીધે ઇમારતોના રીડેવલપમેન્ટમાં ઊંચાઈ વધારવામાં નડતી રુકાવટનો ત્વરિત ઉકેલ લાવવો, બિલ્ડિંગના પુનઃવિકાસ માટે ડીમ્ડ કન્વેયન્સ પ્રક્રિયાને પારદર્શક બનાવી એને ઝડપથી પૂર્ણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.’