Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં મતદાનની ટકાવારી વધારવા ખાતર રીટેલરો અને હોટેલિયરો ડિસ્કાઉન્ટ ઑફર કરશે

મુંબઈમાં મતદાનની ટકાવારી વધારવા ખાતર રીટેલરો અને હોટેલિયરો ડિસ્કાઉન્ટ ઑફર કરશે

Published : 06 November, 2024 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યનું ચૂંટણીપંચ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સંયુક્ત રીતે પ્રયાસ કરી રહ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈગરાઓ ચૂંટણીમાં મતદાન કરવાને બદલે ફરવા ઊપડી જવા માટે બદનામ છે. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બાવન ટકા અને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૫૦.૬૭ ટકા જ મતદાન નોંધાયું હતું. ૨૦ નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યનું ચૂંટણીપંચ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સંયુક્ત રીતે પ્રયાસ કરી રહ્યાં છે. ગયા શુક્રવારે BMCના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન (FRTWA), રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (RAI), ઇન્ડિયન હોટેલ્સ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR), રિલાયન્સ રીટેલ અને પીવીઆર-આઇનૉક્સ સિનેમાસના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીમાં વધુ લોકો મતદાન કરવા માટે ઘરોની બહાર નીકળે એ માટે ચર્ચા કરવા બેઠક યોજી હતી. આ બેઠકમાં રીટેલર્સ અને હોટેલિયરોને કહેવામાં આવ્યું હતું કે મતદાન કરનારાઓને વિવિધ પ્રકારનાં ડિસ્કાઉન્ટ આપવાની ઑફર કરવામાં આવશે તો મતદાનમાં પાંચથી દસ ટકાનો વધારો થઈ શકે છે. બેઠકમાં હાજર રહેલા મોટા ભાગના પ્રતિનિધિઓ ડિસ્કાઉન્ટ ઑફર કરવા સંમત થયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી ૨૦ મેએ મતદાન કરનારા મુંબઈગરાઓને વિવિધ પ્રકારની ઑફર ઉપરાંત દુકાન, મૉલ અને હોટેલોમાં મતદાન કરવા માટે જનજાગૃતિનાં પોસ્ટરો પણ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2024 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK