એક જેવા દેખાતા ચૂંટણીચિહ્ન કારણે NCP (SP)ના ૯ ઉમેદવાર હાર્યા હોવાનો દાવો : ઇલેક્શન કમિશને શરદ પવારની પાર્ટીને તુતારી વગાડતો માણસ અને અપક્ષોને તુતારી જેવું જ દેખાતું ટ્રમ્પેટ ચૂંટણીચિહ્ન આપતાં ગરબડ થઈ હોવાની ફરિયાદ
શરદ પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં ભાગલા પડ્યા બાદ ઇલેક્શન કમિશનરે શરદ પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ને તુતારી વગાડતો માણસ ચૂંટણીચિહ્ન ફાળવ્યું છે. આ ચિહ્ન જેવું લાગતું ટ્રમ્પેટ ચિહ્ન કેટલાક અપક્ષોને ફાળવવામાં આવ્યું હતું. મતદારો ચૂંટણીચિહ્ન એળખવામાં થાપ ખાઈ જતાં શરદ પવારની પાર્ટીના ઉમેદવારોનો જિંતુર, ઘનસાવંગી, શહાપુર, બેલાપુર, અણુશક્તિનગર, આંબેગાવ, પારનેર, કેજ અને પારાંડા વિધાનસભા બેઠક પર પરાજય થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જિંતુર : આ બેઠક પર શરદ પવારની પાર્ટીના ઉમેદવાર વિજય ભાંબળેનો ૪૫૧૬ મતથી પરાજય થયો હતો, જ્યારે અહીં ટ્રમ્પેટના ચિહ્ન સાથે લડેલા ઉમેદવારને ૭૪૩૦ મત મળ્યા હતા.
ADVERTISEMENT
ઘનસાવંગી : આ બેઠક પર શરદ પવારની પાર્ટીના ઉમેદવાર રાજેશ ટોપેનો ૨૩૦૯ મતથી પરાજય થયો હતો, જ્યારે અહીં ટ્રમ્પેટના ચિહ્ન સાથે લડેલા ઉમેદવારને ૪૮૩૦ મત મળ્યા હતા.
શહાપુર : આ બેઠક પર શરદ પવારની પાર્ટીના ઉમેદવાર પાંડુરંગ બરોરાનો ૧૬૪૨ મતથી પરાજય થયો હતો, જ્યારે અહીં ટ્રમ્પેટના ચિહ્ન સાથે લડેલા ઉમેદવારને ૩૮૯૨ મત મળ્યા હતા.
બેલાપુર : આ બેઠક પર શરદ પવારની પાર્ટીના ઉમેદવાર સંદીપ નાઈકનો ૩૭૭ મતથી પરાજય થયો હતો, જ્યારે અહીં ટ્રમ્પેટના ચિહ્ન સાથે લડેલા ઉમેદવારને ૨૮૬૦ મત મળ્યા હતા.
અણુશક્તિનગર : આ બેઠક પર શરદ પવારની પાર્ટીના ઉમેદવાર ફહાદ અહમદનો ૩૩૭૮ મતથી પરાજય થયો હતો, જ્યારે અહીં ટ્રમ્પેટના ચિહ્ન સાથે લડેલા ઉમેદવારને ૪૦૭૫ મત મળ્યા હતા.
આંબેગાવ : આ બેઠક પર શરદ પવારની પાર્ટીના ઉમેદવાર દેવદત્ત નિકમનો ૧૫૨૩ મતથી પરાજય થયો હતો, જ્યારે અહીં ટ્રમ્પેટના ચિહ્ન સાથે લડેલા ઉમેદવારને ૨૯૬૫ મત મળ્યા હતા.
પારનેર : આ બેઠક પર શરદ પવારની પાર્ટીનાં ઉમેદવાર રાણી લંકેનો ૧૫૨૬ મતથી પરાજય થયો હતો, જ્યારે અહીં ટ્રમ્પેટના ચિહ્ન સાથે લડેલા ઉમેદવારને ૩૫૮૨ મત મળ્યા હતા.
કેજ : આ બેઠક પર શરદ પવારની પાર્ટીના ઉમેદવાર પૃથ્વીરાજ સાઠેનો ૨૬૮૭ મતથી પરાજય થયો હતો, જ્યારે અહીં ટ્રમ્પેટના ચિહ્ન સાથે લડેલા ઉમેદવારને ૩૫૫૯ મત મળ્યા હતા.
પરાંડા : આ બેઠક પર શરદ પવારની પાર્ટીના ઉમેદવારના રાહુલ મોટેનો ૧૫૦૯ મતથી પરાજય થયો હતો, જ્યારે અહીં ટ્રમ્પેટના ચિહ્ન સાથે લડેલા ઉમેદવારને ૪૪૪૬ મત મળ્યા હતા.