Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હિતેન્દ્ર ઠાકુરને હરાવીને ૩૫ વર્ષે સસરાની હત્યાનો બદલો લીધો સ્નેહા દુબે પંડિતે

હિતેન્દ્ર ઠાકુરને હરાવીને ૩૫ વર્ષે સસરાની હત્યાનો બદલો લીધો સ્નેહા દુબે પંડિતે

Published : 26 November, 2024 01:34 PM | Modified : 26 November, 2024 02:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરેશ દુબેએ જયેન્દ્ર ઠાકુર ઉર્ફે ભાઈ ઠાકુરને પ્લૉટ આપવાની ના પાડતાં આ હત્યા કરવામાં આવી હોવાનું બાદમાં તપાસમાં જણાયું હતું અને કોર્ટે ભાઈ ઠાકુર સહિત તેમના સાથીઓને કેદની સજા કરી હતી

સ્નેહા દુબે પંડિતે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરી હતી.

સ્નેહા દુબે પંડિતે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરી હતી.


નાલાસોપારા સ્ટેશન પર ૧૯૮૯ની ૯ ઑક્ટોબરે ઉત્તર પ્રદેશમાંથી મુંબઈ આવેલા સુરેશ દુબેની ફાયરિંગ કરીને સરેઆમ હત્યા કરવામાં આવી હતી. સુરેશ દુબેએ જયેન્દ્ર ઠાકુર ઉર્ફે ભાઈ ઠાકુરને પ્લૉટ આપવાની ના પાડતાં આ હત્યા કરવામાં આવી હોવાનું બાદમાં તપાસમાં જણાયું હતું અને કોર્ટે ભાઈ ઠાકુર સહિત તેમના સાથીઓને કેદની સજા કરી હતી. ભાઈ ઠાકુર જેલમાં ગયા બાદ તેમના નાના ભાઈ હિતેન્દ્ર ઠાકુર વસઈ-વિરાર વિસ્તારમાંથી પહેલી વખત અપક્ષ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હત્યાની આ ઘટનાનાં ૩૫ વર્ષ પછી સુરેશ દુબેના પુત્ર નવીન દુબેનાં પત્ની સ્નેહા દુબે પંડિતે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં હિતેન્દ્ર ઠાકુરને વસઈ બેઠક પર હરાવીને રાજકીય બદલો લીધો છે. સ્નેહા પંડિત વસઈના સ્થાનિક નેતા વિવેક પંડિતનાં પુત્રી છે. ૨૦૦૯માં વિવેક પંડિતે હિતેન્દ્ર ઠાકુરના ઉમેદવાર નારાયણ માનકરનો આ જ બેઠક પર પરાજય કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2024 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK