મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે થાણેના કોપરી-પાચપાખાડી બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડનારો કૉન્ગ્રેસનો બળવાખોર ઉમેદવાર મનોજ શિંદે ગઈ કાલે શિંદેસેનામાં જોડાયો હતો.
એકનાથ શિંદે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે થાણેના કોપરી-પાચપાખાડી બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડનારો કૉન્ગ્રેસનો બળવાખોર ઉમેદવાર મનોજ શિંદે ગઈ કાલે શિંદેસેનામાં જોડાયો હતો. મનોજ શિંદેએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે થાણે અને કોંકણ ક્ષેત્રમાં ક્યારેય બહુ ધ્યાન નથી આપ્યું. બીજું, પાર્ટીમાં અનેક વર્ષથી કામ કરનારાઓને બદલે બહારથી અને નવા આવનારા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કૉન્ગ્રેસને ૪૦ વર્ષ આપ્યાં હોવા છતાં કોઈ ઇજ્જત કે સ્થાન નથી આપવામાં આવ્યું એટલે વિધાનસભાની ચૂંટણીમાં મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એકનાથ શિંદે સામાન્ય કાર્યકરોને પણ માન-સન્માન આપે છે એટલે મેં તેમની સાથે જવાનો નિર્ણય લીધો છે.’
ઉલ્લેખનીય છે કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોપરી-પાચપાખાડી બેઠક પર એકનાથ શિંદે સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનારા મનોજ શિંદેને ૧૬૫૩ મત મળ્યા હતા.