અમે કૉમન મૅનને સુપરમૅન બનાવવા માગીએ છીએ. મારા માટે CMનું ફુલ ફૉર્મ ચીફ મિનિસ્ટર નહીં પણ કૉમન મૅન છે.’
એકનાથ શિંદે
મહારાષ્ટ્ર વિધાનસભાનાં પરિણામો જાહેર થયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘અમારી સરકાર કૉમન મૅનની સરકાર હતી. અમને અપ્રત્યાશિત ટેકો આપવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. અમારી સરકાર માટે મહિલાઓ, બાળકો અને ખેડૂતો કેન્દ્રસ્થાને હતા. અમે કૉમન મૅનને સુપરમૅન બનાવવા માગીએ છીએ. મારા માટે CMનું ફુલ ફૉર્મ ચીફ મિનિસ્ટર નહીં પણ કૉમન મૅન છે.’