Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૫૮ ઉમેદવારો એક લાખથીયે વધુ મત મળવા છતાં હારી ગયા

૫૮ ઉમેદવારો એક લાખથીયે વધુ મત મળવા છતાં હારી ગયા

Published : 26 November, 2024 10:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમાં સૌથી વધારે ૨૨ કૅન્ડિડેટ્સ શરદ પવારની પાર્ટીના હતા, જ્યારે બીજા નંબરે ૧૬ ઉમેદવારો સાથે કૉન્ગ્રેસ છે

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ


રાજ્યની ૨૮૮ બેઠકમાંથી ઘણી બેઠકો પર જીતનું માર્જિન ઘણું ઓછું જોવા મળ્યું હતું અને આ જ કારણસર ૫૮ એવા ઉમેદવારો હતા જેમણે એક લાખ કરતાં પણ વધુ મત મેળવ્યા પછી પણ હારનો સામનો કરવો પડ્યો હતો.


આ ઉમેદવારોમાં મુખ્યત્વે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, બાળાસાહેબ થોરાત, ધીરજ દેશમુખ, સંગ્રામ થોપ્ટે; અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સુનીલ ટિંગરે તથા ભારતીય જનતા પાર્ટી (BJP)ના રામ શિંદેનો સમાવેશ થાય છે. દરેક વિધાનસભાની બેઠક પર મોટા ભાગે સરેરાશ ૨,૮૦,૦૦૦ કે એનાથી વધારે મતદારો છે.



આવી રસાકસીભરી લડત ખાસ કરીને પુણે અને છત્રપતિ સંભાજીનગરમાં જોવા મળી હતી. શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સૌથી વધારે ૨૨ ઉમેદવારો એક લાખથી પણ વધારે મત મેળવ્યા બાદ પણ હાર્યા હતા. ત્યાર બાદ નંબર આવે છે કૉન્ગ્રેસનો. એના પણ ૧૬ કૅન્ડિડેટ એક લાખથી વધુ વોટ મેળવ્યા બાદ પણ જીતી ન શક્યા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાત, BJPના ચાર, અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના બે અને એકનાથ શિંદેની શિવસેનાના એક ઉમેદવારનો એક લાખથી વધારે મત મળ્યા બાદ પણ પરાભવ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2024 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK