Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ ઠાકરેએ પક્ષના એકમાત્ર વિધાનસભ્યને રિપીટ કર્યા

રાજ ઠાકરેએ પક્ષના એકમાત્ર વિધાનસભ્યને રિપીટ કર્યા

Published : 22 October, 2024 12:44 PM | Modified : 22 October, 2024 12:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણ-ડોમ્બિવલીની મુલાકાત વખતે MNSના ચીફે રાજુ પાટીલને તેમની અત્યારની કલ્યાણ ગ્રામીણ વિધાનસભાની અને અવિનાશ જાધવને થાણેમાંથી ટિકિટ આપવાનું જાહેર કર્યું

રાજ ઠાકરે

રાજ ઠાકરે


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે ગઈ કાલે કલ્યાણ-ડોમ્બિવલીની મુલાકાતે ગયા ત્યારે તેમણે કલ્યાણ ગ્રામીણ વિધાનસભા બેઠકના પક્ષના એકમાત્ર વિધાનસભ્ય રાજુ પાટીલ તરીકે ઓળખાતા પ્રમોદ રતન પાટીલને ફરી ઉમેદવારી આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ ઠાકરેએ MNSના થાણેના જિલ્લાધ્યક્ષ અવિનાશ જાધવને પણ થાણેમાંથી ઉમેદવારી આપવાનું કહ્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘પક્ષના ઉમેદવારોની બીજી યાદી જલદી જાહેર થશે. અત્યારે યાદી ફાઇનલ કરવામાં આવી રહી છે, પરંતુ આજે હું અહીં આવ્યો છું ત્યારે રાજુ પાટીલ અને અવિનાશ જાધવની ઉમેદવારી જાહેર કરું છું. ૨૪ ઑક્ટોબરે હું આ બન્ને ઉમેદવારનાં ફૉર્મ ભરવામાં આવશે ત્યારે અહીં આવીશ.’


મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણે જિલ્લાની કોપરી-પાંચપાખાડી વિધાનસભાના વિધાનસભ્ય છે. આથી અવિનાશ જાધવને તેમની સામે ઉતારવામાં આવે છે કે બીજી કોઈ બેઠકમાં એ જોવું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2024 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK