Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > OBCના ભોગે મુસ્લિમોને અમારી સરકાર આરક્ષણ નહીં જ આપે

OBCના ભોગે મુસ્લિમોને અમારી સરકાર આરક્ષણ નહીં જ આપે

Published : 12 November, 2024 10:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરક્ષણ વિશે અમિત શાહે કહ્યું...

અમિત શાહ

અમિત શાહ


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જળગાવના ફૈઝપુરમાં પ્રચારસભા સંબોધી હતી. વિરોધ પક્ષોના સંગઠન મહા વિકાસ આઘાડીના નેતાઓ મુસ્લિમોને આરક્ષણ આપવાનું કહી રહ્યા છે ત્યારે અમિત શાહે કહ્યું હતું કે ‘આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ કર્યો હતો. આજના આ શિવપ્રતાપ દિવસે કહું છું કે શિવાજી મહારાજના સિદ્ધાંત પર ચાલીને મહારાષ્ટ્રને નંબર વન રાજ્ય બનાવીશું. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સત્તામાં આવીશું તો આરક્ષણની પચાસ ટકાની મર્યાદા દૂર કરીને મુસ્લિમોને ૧૦ ટકા આરક્ષણ આપવાની વાત કરી રહ્યા છે. મુસ્લિમોને આરક્ષણ આપવું હોય તો અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને આપવામાં આવેલા આરક્ષણમાંથી જ આપવું પડે. એક સમાજનો અધિકારી છીનવીને બીજા સમાજને લાભ ન આપી શકાય. આથી હું અહીં સ્પષ્ટ કરું છું કે કોઈ પણ ભોગે કેન્દ્રમાં અમારી સરકાર છે ત્યાં સુધી મુસ્લિમોને આરક્ષણ નહીં અપાય.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK