Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો, માથામાંથી લોહી નીકળ્યું

ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો, માથામાંથી લોહી નીકળ્યું

Published : 19 November, 2024 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનિલ દેશમુખના માથામાં ઈજા થતાં તેમના કપાળમાંથી લોહી વહેવા માંડ્યું હતું

અનિલ દેશમુખના માથામાં પથ્થર વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું

અનિલ દેશમુખના માથામાં પથ્થર વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારની પડઘમ ગઈ કાલે સાંજે શાંત થઈ ગઈ હતી ત્યારે નાગપુર જિલ્લામાં આવેલી કાટોલ બેઠકના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના ઉમેદવાર અનિલ દેશમુખની કાર પર ગઈ કાલે મોડી સાંજે એક વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો જેમાં અનિલ દેશમુખના માથામાં ઈજા થતાં તેમના કપાળમાંથી લોહી વહેવા માંડ્યું હતું. કાટોલ જલાલખેડા રોડ પર આવેલા બેલફાટા પાસેની આ ઘટના બાદ અનિલ દેશમુખને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અનિલ દેશમુખની કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક માણસ રસ્તામાં ઊભો રહી ગયો હતો અને તેણે આ હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું. જોકે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાએ દાવો કર્યો હતો કે પોતાના પર હુમલો થયો હોવાનો સ્ટન્ટ અનિલ દેશમુખે ઊભો કરીને લોકોની લાગણી મેળવવાનો આ પ્રયાસ છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK