કાલે મતદાન કરો એ પહેલાં જાણી લો કે તમારી બેઠક પર લોકસભાના ઇલેક્શનમાં કોને કેટલા વોટ મળ્યા હતા : લોકસભાની ચૂંટણી પછી વિધાનસભા માટે મહારાષ્ટ્રમાં પહેલી વાર બે અજબગજબ ગઠબંધન વચ્ચે મુકાબલો થવાનો છે
મહારાષ્ટ્ર મહાસંગ્રામ
પ્રતીકાત્મક તસવીર
આવતી કાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. લોકસભાની ચૂંટણી પછી વિધાનસભા માટે મહારાષ્ટ્રમાં પહેલી વાર બે અજબગજબ ગઠબંધન વચ્ચે મુકાબલો થવાનો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં કુલ ૬૦ બેઠકો છે. આ બેઠકો પર આ વર્ષે જ મે મહિનાની લોકસભાની ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા હતા એ જાણવું રસપ્રદ થઈ પડશે. લોકસભાના ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું ત્યારે લોકસભા બેઠક અંતર્ગત આવતી વિધાનસભા બેઠકો પરના મતદાનના આંકડા જોઈને એવી થિયરી વહેતી મુકાઈ હતી કે આજે જો વિધાનસભાની ચૂંટણી થાય તો કૉન્ગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને NCP (SP)ની મહા વિકાસ આઘાડી જીતી જાય; કારણ કે એવી ઘણી બેઠકો હતી જ્યાં એને BJP, શિવસેના અને NCPની મહાયુતી કરતાં વધુ બેઠકો મળી હતી. એટલે આવતી કાલે તમે મતદાન કરવાના છો એ પહેલાં જોઈ લો કે તમારી બેઠક પર લોકસભામાં કોને કેટલા વોટ મળ્યા હતા. શક્ય છે કે લોકસભામાં તમારી બેઠક પર જે પાર્ટી હતી એને બદલે આ વખતે તેનો સાથીપક્ષ મેદાનમાં હોય. લોકસભાની ચૂંટણીમાં MMRની ૬૦ બેઠકો પર કોને કેટલા મત મળ્યા એમાં ટોચના ત્રણ ઉમેદવારોનો અને નન ઑફ ધ અબવ (NOTA)નો સમાવેશ કર્યો છે.
ADVERTISEMENT