ભિવંડીમાં એક વૅનને આંતરીને ચકાસણી કરતાં એમાંથી ૨.૩ કરોડ રૂપિયાની કૅશ મળી આવી હતી
પ્રતીકાત્મક તસવીર
વિધાનસભાની ચૂંટણીઓને લઈને આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે ઇલેક્શન કમિશનની ફ્લાઇંગ સ્ક્વૉડે થાણેમાંથી સોમવારે સાંજે ૨.૩ કરોડ રૂપિયાની રોકડ પકડી હતી. તેમણે ભિવંડીમાં એક વૅનને આંતરીને ચકાસણી કરતાં એમાંથી ૨.૩ કરોડ રૂપિયાની કૅશ મળી આવી હતી. જોકે એ વૅન ચલાવી રહેલા માણસ પાસે એના કોઈ વૅલિડ ડૉક્યુમેન્ટ્સ નહોતા. વૅન ચલાવી રહેલા માણસનું કહેવું હતું કે એ કૅશ મૅનેજમેન્ટ કંપનીની રકમ છે. જોકે એમ છતાં તેની પાસે એના ડૉક્યુમેન્ટ્સ ન હોવાથી ઇલેક્શન કમિશનની ફ્લાઇંગ સ્કવૉડે એ રકમ જપ્ત કરી લીધી હતી.