Maharashtra Assembly Elections 2024: આદિવાસી સમુદાયના વિધાનસભ્ય હિરામન ખોસકર હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
અજીત પવારની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર રાજ્યની વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra Assembly Elections 2024)ના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે હવે રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો મહાગઠબંધનમાં જોડાઈ રહ્યાં હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના એક અન્ય ધારાસભ્યએ બાજી પલટી છે.
તાજેતરમાં જ તે ધારાસભ્યએ મંત્રાલયમાં શાસકોનો વિરોધ કરીને જાળી પરથી કૂદકો માર્યો હતો તેવા આદિવાસી સમુદાયના વિધાનસભ્ય હિરામન ખોસકર હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
ADVERTISEMENT
અજીત પવારે આપી માહિતી
હિરામન ખોસકરનો અજીત પવારની એનસીપીમાં પ્રવેશ થયા બાદ પોતે અજીત પવારે તેનું સ્વાગત કરતાં એક્સ પર પોસ્ટ મૂકી હતી. તેમાં તેઓએ લખ્યું હતું કે, "આદિવાસી સમુદાયના નેતા હીરામન ખોસકરે NCPના વિકાસલક્ષી મંતવ્યો સ્વીકાર્યા અને મારી અને રાજ્યના અધ્યક્ષ સાંસદ સુનિલ તટકરેની હાજરીમાં તેમના મુખ્ય સાથીદારો સાથે એનસીપીમાં જોડાયા છે”
હવે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly Elections 2024) ગમે ત્યારે ડિકલેર થઈ શકે છે ત્યારે હિરામન ખોસકરનો આ રીતે અજીત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવું એ મોટી વાત બની રહી છે. અજીત પવારે તો આ મુદ્દે લખ્યું હતું કે આ રીતે ધારાસભ્યનું જોડાવું એ રાજ્ય સરકાર દ્વારા અમે હાથ ધરેલા કામ અને કલ્યાણકારી યોજનાઓની સ્વીકૃતિ છે. હું એનસીપી પરિવારમાં દરેકનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવું છું.
મુંબઈમાં દેવગિરી નિવાસસ્થાને પાર્ટીમાં પ્રવેશ કર્યો
Maharashtra Assembly Elections 2024: તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય હિરામન ખોસકરે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર અને પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેની હાજરીમાં મુંબઈમાં દેવગિરી નિવાસસ્થાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો.
ક્રોસ વોટિંગમાં તેમનું નામ ચગ્યું હતું- વ્યક્ત કરી હતી નારાજગી
થોડા સમય પહેલા યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના નામ ક્રોસ વોટિંગ કર્યા હોવાના સાથે જોડવામાં આવતું હતું. જોકે, આ માત્ર વાતો જ વહેતી થઈ હતી. ગુપ્તરીતે થયેલા મતદાનને કારણે પાર્ટી તરફથી કોઈ જ ધારાસભ્યને સીધેસીધું કહેવામાં આવ્યું નહોતું. પરંતુ પાર્ટીએએ તે ધારાસભ્યોને ઓળખી કાઢ્યા હોવાનું કહીને સંબંધિત ધારાસભ્યો સામે પગલાં લેવાનો સંકેત આપી દીધો હતો. આ પાંચ ધારાસભ્યોમાં હિરામન ખોસકરેનું નં પણ ચગાયું હતું.
ક્રોસ વોટિંગ અને એની બાદ થયેલી પાર્ટીની હાર બાદ ખોસકરે પોતાના નામની અફવાને કારણે જાહેરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ પક્ષના નેતાઓએ કહ્યું હતું કે તેઓએ માત્ર ને માત્ર પક્ષશ્રેષ્ઠીઓને જ વૉટ (Maharashtra Assembly Elections 2024) આપ્યો. છે છતાં જો મારા વિશે કોઈ શંકા હોય તો કોર્ટના આદેશથી મારા મતપત્રની તપાસ કરવામાં આવે. આ સાથે જ તેઓએ એમ પણ કહ્યું હતું કે જો હું દોષિત ઠરું તો મને પાર્ટીમાંથી કાઢી મૂકશો તોય મને વાંધો નથી. પરંતુ આ રીતે ક્રોસ વોટિંગને નામે મને બદનામ ન કરો.