કેદાર દીઘેને થાણેની કોપરી પાચપાખાડી વિધાનસભા બેઠકની ઉમેદવારી આપવામાં આવી
કેદાર દીઘે, એકનાથ શિંદે
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) દ્વારા ગઈ કાલે વિધાનસભાની ચૂંટણી લડવા માગતા ૬૫ ઉમેદવારોને એબી ફૉર્મ આપવામાં આવ્યાં હતાં. શિવસેનાના થાણેના દિવંગત નેતા આનંદ દીઘેના ભત્રીજા કેદાર દીઘેને થાણેની કોપરી પાચપાખાડી વિધાનસભા બેઠકની ઉમેદવારી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ત્રણ ટર્મથી વિધાનસભ્ય છે. આગામી ચૂંટણીમાં પણ તેમને ઉમેદવારી આપવામાં આવી છે. UBTએ થાણેના જિલ્લાધ્યક્ષ કેદાર દીઘેને અહીં ઉમેદવારી આપી છે એટલે રાજકીય ગુરુના ભત્રીજા સાથે એકનાથ શિંદેનો મુકાબલો થશે. આ બેઠકમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અવિનાશ જાધવને પણ ટિકિટ આપવામાં આવી છે. આથી મરાઠી મતદારોના ગઢમાં ત્રિપાંખિયો જંગ થશે.