Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાડકી બહિણને દર મહિને વધુ ૬૦૦ રૂપિયા આપવાનું વચન

લાડકી બહિણને દર મહિને વધુ ૬૦૦ રૂપિયા આપવાનું વચન

Published : 11 November, 2024 10:20 AM | Modified : 11 November, 2024 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર BJPએ જાહેર કર્યો ૨૫ સૂત્રીય સંકલ્પપત્ર: આ સિવાય ખેડૂતોને કર્જ માફ, ૨૫ લાખ રોજગાર, મહિલા-વૃદ્ધોને મહિને ૨૧૦૦ રૂપિયા આપવાનો નિર્ધાર

ગઈ કાલે BJPનો સંકલ્પપત્ર મતદારો સમક્ષ મૂકી રહેલા ગૃહપ્રધાન અમિત શાહ સહિત પાર્ટીના નેતાઓ. (તસવીર: અતુલ કાંબળે)

ગઈ કાલે BJPનો સંકલ્પપત્ર મતદારો સમક્ષ મૂકી રહેલા ગૃહપ્રધાન અમિત શાહ સહિત પાર્ટીના નેતાઓ. (તસવીર: અતુલ કાંબળે)


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહે મુંબઈમાં BJPનો ૨૫ સૂત્રીય સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. એમાં પાર્ટીએ યુવા, મહિલા, ખેડૂતો અને સિનિયર સિટિઝન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની સરકાર આવશે તો ખેડૂતોને કર્જ માફ, ૨૫ લાખ લોકોને રોજગારની સાથે મહિલા અને વૃદ્ધોને દર મહિને ૨૧૦૦ રૂપિયા આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આંગનવાડીના કાર્યકરો અને આશા વર્કરના પગારમાં પણ વધારો કરવાનું વચન સંકલ્પપત્રમાં આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનામાં ૧૫૦૦ રૂપિયાને બદલે આગામી સમયમાં દર મહિને ૨૧૦૦ રૂપિયા અને વૃદ્ધોને આપવામાં આવતા પેન્શનની રકમમાં વધારો કરીને ૨૧૦૦ રૂપિયા કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.


સંકલ્પપત્રના મહત્ત્વનાં આશ્વાસન



વાર્ષિક ખેડૂત સન્માન ફન્ડ ૧૫,૦૦૦ રૂપિયા કરવામાં આવશે


દરેક ગરીબને ખાદ્ય સુરક્ષા અને ઘર આપવામાં આવશે

જીવનજરૂરી વસ્તુઓની કિંમતને સ્થિર રાખવામાં આવશે


૧૦ લાખ વિદ્યાર્થીઓને ૧૦,૦૦૦ રૂપિયાની સ્કૉલરશિપ આપવામાં આવશે

,૦૦૦ ગામમાં ગ્રામીણ વિકાસને નવી દિશા આપવામાં આવશે

સરકાર બન્યાના ૧૦૦ દિવસમાં વિઝન મહારાષ્ટ્ર@૨૦૨૮ રજૂ કરવામાં આવશે

રાજ્યને એક ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવામાં આવશે

૨૦૨૭ સુધીમાં ૫૦ લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે

૫૦૦ બચત-સમૂહો માટે ૧૦૦૦ કરોડ રૂપિયાનું રિવૉલ્વિંગ ફન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે

ઉદ્યોગોની જરૂરિયાત મુજબ રાજ્યમાં કૌશલ જનગણના કરવામાં આવશે

દરેક જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ આકાંક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે

યુવાનો માટે સ્વામી વિવેકાનંદ યુવા સ્વાસ્થ્ય કાર્ડ અને વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે

રાજ્યના ગૌરવશાળી કિલ્લા અને ઐતિહાસિક વિરાસતનું સંરક્ષણ કરવામાં આવશે

જબરદસ્તી ધર્મપરિવર્તન વિરુદ્ધનો કાયદો બનાવવામાં આવશે

સંકલ્પપત્ર જનતાની આકાંક્ષાઓનું પ્રતિબિંબ
અમિત શાહે સંકલ્પપત્ર રજૂ કર્યા બાદ કહ્યું હતું કે ‘આ સંકલ્પપત્ર મહારાષ્ટ્રની જનતાની આકાંક્ષાનું પ્રતિબિંબ છે. મહારાષ્ટ્ર એક રીતે અનેક યુગથી દરેક ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ગુલામીથી મુક્તિનું આંદોલન પણ શિવાજી મહારાજે અહીંથી કર્યું હતું. સામાજિક ક્રાંતિની શરૂઆત પણ મહારાષ્ટ્રથી થઈ હતી. આખા દેશે જોયું છે કે નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ની સરકાર પોતાના સંકલ્પ પૂરા કરે છે. કોઈને વિશ્વાસ નહોતો કે દેશમાંથી કલમ ૩૭૦ નાબૂદ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ કલમને ખતમ કરવામાં આવી. અમે સંકલ્પપત્રના માધ્યમથી મહાપુરુષોની પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતોને આગળ વધારવાનો સંકલ્પ કર્યો છે. હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માગું છું કે શું તેઓ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર માટે બે શબ્દ બોલવાનું કહી શકે છે? શું કૉન્ગ્રેસના કોઈ નેતા બાળાસાહેબ ઠાકરેના સન્માનમાં બે વાક્ય બોલી શકશે?’

MMR માટેનાં મુખ્ય આશ્વાસન
દરેક મ્હાડા કૉલોનીનું પાંચ વર્ષમાં ક્લસ્ટર ડેવલપમેન્ટ કરવામાં આવશે

ઝૂંપડપટ્ટીમુક્ત મુંબઈ કરવામાં આવશે‍

બેસ્ટની બસના કાફલામાં ૧૨,૦૦૦ નવી ઇલેક્ટ્રિક બસ સામેલ કરવામાં આવશે

મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)માં આવતી તમામ મહાનગરપાલિકા ક્ષેત્રની સરકારી-અર્ધસરકારી ખુલ્લી જમીનને અતિક્રમણમુક્ત કરવામાં આવશે

ફ્લાયઓવરની નીચે ટર્ફની સુવિધા શરૂ  કરવામાં આવશે

મુંબઈને નજીકનાં શહેરો સાથે જોડવા વંદે મેટ્રો સર્વિસ શરૂ કરવામાં આવશે

કેરલાના કોચીની જેમ વૉટર મેટ્રો શરૂ  કરવામાં આવશે

બહુમજલી ઑટોમૅટિક પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

પાણી ન ભરાય એ માટે રીજનનાં મુખ્ય શહેરોમાં સ્માર્ટ ડ્રેનેજ સિસ્ટમનો નિયમ લાગુ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2024 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK